<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વાંકાનેર લોહાણા મહાજન ઉપપ્રમુખ રમેશભાઇ અખેણીનો જન્‍મદિન

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૦: મુળ કુમરખાણ (કમીજલા)ના વતની અને વર્ષોથી જેને વાંકાનેર ને કર્મભુમી બનાવેલ છે તેવા રમેશચંદ્ર અમૃતલાલ અખેણીનો આજે તા. ર૦-૯-રપ ના પોતાના જીવનના ૬૭ વર્ષ પુર્ણ કરી ૬૮ માં જન્‍મ દિવસની વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિ થકી ઉજવણી કરી રહયા છે.

આ ઉજવણીના ભાગરૂપે જડેશ્વર રોડ પર આવેલ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં એક સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવી રહયુ છે જેમાં પ્રથમ બ્રહ્મ ભોજન ત્‍યારબાદ સગા-સ્‍નેહીજનો-મીત્ર વતુળ, જ્ઞાતિ અગ્રણીઓ સહીતના આ ભંડારામાં ઉપસ્‍થીત રહેશે.રમેશચંદ્રભાઇ એ જીવનમાં શુન્‍યમાંથી સર્જન કરી હાલ શ્રી જલારામ ડેરી ફાર્મના વ્‍યવસાય સાથે સંકળાઇ વાંકાનેરમાં રમેશભાઇ પેંડાવાળાના હુલામણા નામથી પ્રખ્‍યાત બની રઘુવંશી શ્રેષ્‍ઠીઓમાં સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

આ સાથે શ્રી નિર્માણધીન રામધામ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્‍થાઓમાં પણ પોતાનું યોગદાન આપી રહયા છે તે ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજનમાં પણ વર્ષોથી સેવા આપી રહયા છે. આજે તેમના ૬૮ માં જન્‍મ દિવસે રઘુવંશી સમાજના સર્વેસર્વા એવા ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, લોહાણા મહાજન પ્રમુખ શ્રી કાકુભાઇ મોદી, મહાજન મંત્રી લલિતભાઇ પુજારા, ટ્રષ્‍ટીશ્રી રસીકભાઇ ભીંડોરા, આર.ટી. કોટક ઉપરાંત મહાજનના સભાસદ સભ્‍યો, સગા-સબંધી, સ્‍નેહીજનો મીત્ર વર્તૃળ સહીતનાઓએ અભિનંદન સાથે જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહયા છે. મો. ૮૪૦૧૧ ૭૯૧૭૭

(11:42 AM IST)