<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્‍ટ હિરેન મહેતાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના ઝોનલ પ્રેસિડેન્‍ટ હિરેન મહેતાજીનો આજે જન્‍મદિવસ છે કે જેઓ એ એક રાષ્ટ્રીય સ્‍તરના ટેબલટેનિસના ખેલાડી તરીકે પોતાની ઓળખ ઉભી કરી કારર્કિદી શરું કરી હતી.. રેલ્‍વેમા ૪૩ વર્ષની સેવા આપી સાથે સાથે સામાજિક, રાજકિય અને અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પોતાનું સતત યોગદાન આપી આગવી ઓળખ ઉભી કરી છે.

રેલવેના વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના એક સામાન્‍ય કાર્યકર્તા તરીકે રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને સમસ્‍યાઓ માટે પ્રશાસન ની સાથે સંઘર્ષ કરતા કરતા રેલ કર્મચારીઓના હક અપાવતા રહ્યા છે. અનેક વખત રજૂઆતો, ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, ભૂખ હડતાળ અને રેલીઓ તેમના આગવા નેતૃત્‍વ હેઠળ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના બેનર હેઠળ કરી લોકોને ન્‍યાય અપાવેલ છે. તેઓએ રક્‍તદાન શિબિર, વૃક્ષારોપણ, વિવિધ હેલ્‍થ કેમ્‍પ, થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પ, ટેબલટેનિસ ટૂર્નામેન્‍ટ, લોન ટેનિસ, રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, બાસ્‍કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્‍ટન જેવી વિવિધ ટૂર્નામેન્‍ટનુ આયોજન સતત કરતા રહ્યા છે અને લોકો માં રમતગમત અને સ્‍વાસ્‍થ્‍ય માટે રુચિ અને જાગૃતિ લાવવા સતત પ્રયત્‍નશીલ રહે છે.

તેઓએ ૧૦૭ વખત રક્‍તદાન કરી માનવસેવા નુ એક આગવું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. તેઓ જરુરીયાતમંદ લોકોને સહાય કરવા હંમેશા આગળ રહે છે.. રેલ કર્મચારીઓના અનેક અશક્‍ય લાગતા પ્રશ્નો નું પોતાની હિંમત, આગવી સુઝ અને નિયમો ની જાણકારી થી કર્મચારીઓના પક્ષ માં નિર્ણય કરાવી અનેક જરુરીયાતમંદોને, વિધવાઓને, લાર્જેશ સ્‍કીમ અંતર્ગત, સ્‍કાઉટ ગાઇડ , મેડીકલ અનફીટના વારસદારોને નોકરી અપાવેલ છે. કર્મચારીઓના પ્રમોશન, એલાઉન્‍સીસ, સ્‍ટાફ શોર્ટેજ, બદલી, કાર્ય સ્‍થળની સમસ્‍યાઓ અને સુવિધાઓ અપાવવા સફળતા પૂર્વક કાર્ય કરતા રહ્યા છે.. આજે તેઓ વેસ્‍ટર્ન ઝોનના ઉચ્‍ચ સ્‍થાન WRMSના પ્રમુખ પદ પર આસીન થયેલા છે અને રેલ કર્મચારીઓના કલ્‍યાણ અર્થે વધારે સારી સેવા આપી રહ્યા છે.

 હિરેન મહેતા એક મહાન નેતૃત્‍વ આજના તેમના જન્‍મ દિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલા શુભ ચિંતકો અને સમગ્ર ભારતીય રેલવે ના રેલવે કર્મચારીઓ શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. (મો.૯૭૨૪૦ ૯૦૬૬૨/૯૪૨૬૧ ૬૫૨૮૩)(

(4:25 PM IST)