તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
કામનાથ પ્રાઇવેટ લી.ના મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયવદનભાઈ કક્કડનો આજે જન્મ દિવસ
ઇન્ટરનેશનલ લેવલે તેમની કંપનીએ ૯-૯ એવોર્ડ મેળવી રઘુવંશી સમાજનું ગૌરવ દેશ વિદેશમાં વધાર્યું છે દિવ, દમણના ફર્ન રિસોર્ટની ગ્રાહક સેવા માટે એવોર્ડ મેળવનાર પ્રિયવદનભાઈ વિશ્વ લેવલના કલાવળંદો સાથેની કામનાથ મહાદેવની વર્ણાંગીમાં ઉઘાડા પગે જોડાઈ છે

રાજકોટ, તા.૨૦: આજે રઘુવંશી સમાજના ગૌરવરૂપ અને આંતરરાષ્ટ્રીય લેવલે ઇવેન્ટ્સ અંતર્ગત ૯ જેટલા એવોર્ડ મેળવનાર કામનાથ પ્રાઈવેટ લી. ના મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયવદનભાઈ કક્કડનો આજે જન્મ દિવસ છે, વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા આ દિલેર મુઠી ઉંચેરા માનવી પર અભિનંદન ગત સાંજથી વર્ષી રહ્યા છે.
વિદેશના કોઈ મહાનુભાવ, વડાપ્રધાન વિગેરેના મોટા કાર્યક્રમ વખતે બ્રાન્ડિંગની જવાબદારી તેમની કામનાથ પ્રાઇવેટ લી. માત્ર વ્યાપારી ધોરણે જ નહીં તમામ આફ્રિન પોકારી ઉઠે તે રીતે નિભાવે છે, આવા સમયે તેઓ નફા નુકશાનનો વિચાર કર્યા વગર દીપી ઉઠે તેવું કાર્ય કરી બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી તેમને પ્રિયવદન કક્કડનો સૂઝબૂઝ વિષે ખૂબ આદર, ગુજરાતની એક મોટી પ્રતિષ્ઠિત ઇવેન્ટ સમયે તેમણે ચોક્કસ બાબતે પ્રિયવદનભાઈ કક્કડની મદદ લેવા ગુજરાતના તંત્રને સૂચવેલ.
દિવ, દમણમાં ફર્ન રિસોર્ટ ધરાવતા પ્રિયવદનભાઈને તેમના રિસોર્ટની ખૂબ સારી ગ્રાહક સેવા અંતર્ગત એવોર્ડ મળ્યા છે.
સેવા અને ધાર્મિક સંસ્કારનો વારસો માતા પિતા પાસેથી મેળવનાર પ્રિયવદનભાઈ દ્વારા પુરાણ પ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરમાં ખૂબ યોગદાન આપી સંતોષ માનવાને બદલે પિતા શાંતિ દાદાની પરંપરા જાળવવા માટે દર વર્ષે શ્રાવણ માસમાં વિશ્વ પ્રસિદ્ધ કલાવળંદ સાથે જોડી રાજકોટમાં ઐતિહાસિક વરણાગી કક્કડ પરિવાર અને અન્ય ભાવિક ભક્તોની મદદથી કાઢી તેમાં ઉઘાડા પગે છેવટ સુધી જોડાય છે
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
