તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના સલાહકાર એમ.એ.પંજાનો કાલે જન્મદિન

રાજકોટઃતા. ર૪ જુનાગઢ જીલ્લાના માગરોળ ગામે તા. રપ સપ્ટેમ્બર ૧૯૩૮ ના રોજ જન્મેલ કર્મચારી તથા મુસ્લિમ અગ્રણીમહંમદ યુસુફ પંજા (એમ.એ. પંજા) નો કાલે જન્મદિવસ છે. ૮૭ માં વષં પ્રવેશ કરશે. ૧૯૬૦ થી માંગરોળ ખાતે આરોગ્ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ. ત્યારબાદ૧૯૬૩ માં ભુજ-કચ્છ ખાતે બઢતી સાથે ગયેલ. ૧૯૬૪ માં રાજકોટ ખાતે બદલી થતાં ૧૯૬૫ માં યુનિયનની સ્થાપના કરેલ. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તથા રાજકોટ જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ (રાજયકક્ષાના તથા વિવિધ કર્મચારી મહાસંઘના કન્વીનર) પદે રહી અન્યાયો સામે અવાજ ઉઠાવી સેવા બજાવેલ ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે હાલમાં સલાહકાર તરીકે સેવા આપી અન્યાયો સામે અવાજ ઉઠાવી હાલમાં પણ આપી રહયા છે. તા. ૩૦/૯/૯૭ ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થયેલ છે. છતા પુરા જોમ જુસ્સાથી કર્મચારીઓ તથા પેન્શનરોના પ્રશ્નો અંગે હજુ લડત આપી રહેલ છે. તેમજ ધારાસભા રાજકોટ(ર) ની પેટા ચુંટણી પણ લડી ચુકયા છે. હાલ ગુજરાત પેન્શનર ફેડરેશન ઉપપ્રમુખ તથા ઝોનલ પ્રમુખ તરીકે સેવા આપે છે. આ ઉપરાંત મુસ્લિમ સંસ્થા રાજકોટ શહેર જુમ્મા મસ્જીદમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ નવાબ મસ્જિદ દાણાપીઠ સેક્રેટરી તરીકે ૮ વર્ષથી સેવા આપી હતી. અલ્કાબા મસ્જીદના જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપેલ તેઓ રાજકોટમાં ૧૪-કુંભારવાડા, જુની જેલ પાછળ, બગદાદ મંઝીલ ખાતેરહે છે. તેમના મો. ૯૦૫૪૯ ૧૮૦૪૦ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
