<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ભાજપ હ્યુમન રાઇટસ સેલના એડવોકેટ મયુર ભટ્ટનો જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૫: ભારતીય જનતા પાર્ટીના હ્યુમન રાઇટસ સેલના રાજકોટ શહેર કારોબારી સભ્‍ય એવા એડવોકેટ મયુરકુમાર દિલીપકુમાર ભટ્ટનો આજે જન્‍મદિવસ છે. તેઓ મુળ ગામ - બગથળા તા.જી મોરબીના વતની છે. હાલ ઉચ્‍ચ શૈક્ષણિક કારકિર્દી માટે રાજકોટ આવેલ રાજકોટ મહાત્‍મા ગાંધી સ્‍કુલ, સૌરાષ્‍ટ્ર યુનિ.માં ગ્રેજયુએશન તેમજ એલ.એલ.બી. સુધી અભ્‍યાસ કરી રાજકોટને જ કાર્યક્ષેત્ર બનાવી વકીલાત શરૂઆત કરેલ. ૨૦૨૫માં ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં નોટરી તરીકે નિમણુક થયેલ છે.

રાજકીય ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃતિઓમાં પણ પૂર્ણ યોગદાન આપી રહયા છે. એનીમલ હેલ્‍પલાઇન, કરૂણા ફાઉન્‍ડેશન, અસ્‍મિતા ફાઉન્‍ડેશન, અભિનવ સોશ્‍યલ ગ્રૃપ, સેતુબંધ ફાન્‍ડેશન સાથે સંકળાયેલા છે. પ્રાણી અત્‍યાચાર નિવારણ સમિતિના સભ્‍ય, ભુદેવસેવા સમિતિના સભ્‍ય, મોરબી વાંકાનેર સત્તર તાલુકા બ્રહ્મસમાજના સભ્‍ય, સમસ્‍ત બ્રહ્મસમાજના સભ્‍ય, તરીકે કાર્ય કરી રહયા છે. જન્‍મદિવસ નિમિતે તેમના મો.૯૮૨૫૪ ૩૦૩૩૪ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.(૨૩.૧૭)

(4:01 PM IST)