<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા.૨૭: ખમીરવંતી કચ્‍છની ભોમકામાં જન્‍મેલા અને રાજ્‍યના મહાનગરોમાં કાબિલેદાદ ફરજો બજાવનાર એવા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનો આજે ૨૭ સપ્‍ટેમ્‍બરે જન્‍મદિવસ છે.

તારીખ ૨૭-૯-૧૯૮૨ ના રોજ કચ્‍છના નખત્રાણા ખાતે જન્‍મેલ, તેવું બી. એસ. સી મેથ્‍સ તથા પી. જી. ડિપ્‍લોમા જર્નાલિઝમ પરીક્ષાઓ પાસ કરી ચૂકેલ છે. વર્ષ ૨૦૧૧માં તેઓ ગુજરાત પોલીસ દળમાં જોડાયા. આ પહેલા તેઓએ ત્રણ મહિના જામરાવળ-ખંભાળિયામાં ચીફ ઓફિસર તરીકે કાર્ય પણ બજાવ્‍યું. પરંતુ, રાષ્‍ટ્ર સેવા તેમનો મુખ્‍ય ધ્‍યેય હોય જેથી પોલીસ દળમાં જોડાયા.

તેઓનું પ્રથમ પ્રોબેશન પોસ્‍ટિંગ જૂનાગઢમાં થયેલ એસ. પી. મહીસાગર હતા, ત્‍યારે બાલાસિનોરની એક બેંકની શાખામાંથી રૂપિયા ૨૦ કરોડ અને ૧૬ લાખની લૂંટ વિથ હત્‍યા થઈ હતી જે તેમણે માત્ર ૧૨ કલાકમાં જ ઉકેલી આરોપીઓને ઝડપી સો ટકા મુદ્દા માલ રિકવરી કરી જેની નોંધ ગળહ ખાતાએ પણ લીધી હતી.

મધ્‍ય ગુજરાતમાં જેની હાક અને ધાક વાગતી હતી તેવી બિચ્‍છુ ગેંગ, અસલમ ગેંગ તેમજ શૈક્ષણિ વિસ્‍તારની પઠાણ ગેંગ ઉપર જબરદસ્‍ત અંકુશ મેળવી નેસ્‍તનાબૂદ કરી.

અમદાવાદ શહેર જુહાપુરા, સરખેજ, પાલડી જેવા સંવેદનશીલ કે મહત્‍વના વિસ્‍તારોમાં સાડા ત્રણ વર્ષ અસરકારક કામગીરી બજાવી જયદીપસિંહ જાડેજાએ એક સરસ મજાની વાત કહી કે, અત્‍યાર સુધી અમદાવાદમાં  રથયાત્રા, મહોરમ જેવા લાંબા સમયના બંદોબસ્‍તમાં રહેલ પોલીસ જવાનોને ફૂડ પેકેટ જ અપાતા તે માટે તેમણે સૂચન કર્યું અને જે મંજૂર પણ થયું. જેથી લાઈવ કિચનનો પ્રોજેક્‍ટ શરૂ કરાયો જેમાં વાહનમાં ગરમાગરમ રસોઈ બંદોબસ્‍તના પોઈન્‍ટો સુધી એમનો અમલીકરણ કરાયું, જે ભરપેટ તાજી રસોઈ જવાનો સુધી પહોંચાડવાનો મને અધિક આનંદ થયો. સફળતમ ફરજો બજાવ્‍યાના સ્‍થળો અમદાવાદ શહેર જુહાપુરા, સરખેજ, પાલડી, એન્‍ટીકરપ્‍શન બ્રાન્‍ચ ભુજ ગાંધીનગર એસીબી એસ. પી. તરીકે ડી સી પી ક્રાઈમ વડોદરા મહીસાગર એસ.પી વિગેરે ગીર-સોમનાથમાં ચાર્જ લેતા જ વેરાવળની એક મહિલાએ સાયબર ફ્રોડ નો ભોગ બની આપઘાત કરેલ, તેના આરોપીઓને અમારી જિલ્લાની બ્રાન્‍ચોને છેક મધ્‍યપ્રદેશ સુધી તપાસમાં મોકલી બે ઝડપવાની સફળ કામગીરી રહી. તો ગીર ગઢડાની વાડીમાં થયેલ હત્‍યાના આરોપીઓને પણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું.

તેમના જન્‍મદિનને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૫૯૭૪ ઉપર થઈ રહ્યો છે. (રર.૩)

 

 

(10:39 AM IST)