<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

મોરબીના ફોટો પ્રેમી, અગ્રણી રમણીકલાલ ચંડીભમ્‍મરનો જન્‍મદિવસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૨૭ : મોરબી જિલ્લા તથા આસપાસના વિસ્‍તારમાં જનતા શોપ ખૂબ જાણીતું નામ છે તેના માલિક સામાજિક, રાજકીય કે ધાર્મિક કોઈ પણ કાર્યક્રમમાં લોકોના ફોટા પાડવાના અને જે તે વ્‍યક્‍તિને ફોટો આપવાના તેવો ફોટોગ્રાફીનો જબરો શોખ ધરાવતા રમણીકલાલ ચંડીભમ્‍મરનો આજે તા.૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે.

શહેર કે જિલ્લામાં થતા કોઈપણ જુદાજુદા સામાજીક, રાજકીય કે ધાર્મિક પ્રસંગે રમણીકલાલ ચંડીભમ્‍મર અચુક મોબાઇલમાં ફોટો પડતાં જોવા મળે છે અને આટલું જ નહીં જે તે વ્‍યક્‍તિને વ્‍હોટ્‍સએપમાં તેમજ ફોટાની પ્રિન્‍ટ જે તે વ્‍યકિત સુધી પહોંચાડી તેનો આનંદ બમણો કરવાનું અનોખુ કામ રમણીકલાલ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી ફોટોગ્રાફી કરે છે અને તેઓએ અગાઉ દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતનાં તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સહિતના અનેક લોકોના ફોટા પાડીને તેઓના તે પ્રિય બનેલ છે હાલમાં તેઓ લોહાણા મહાજનની કારોબારીના સભ્‍ય, જલારામ ધામના ટ્રસ્‍ટી અને બગથળા નકલંક મંદિરના ટ્રસ્‍ટી છે અને લોહાણા વિદ્યાર્થી ભવનના માજી પ્રમુખ છે. આજે રમણીકલાલનો જન્‍મ દિવસ હોય તેના શુભેચ્‍છકો, મિત્રમંડળ અને સગા-સ્‍નેહીઓ તરફથી મો. ૯૮૨૫૨ ૨૨૯૧૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવવામા આવી રહી છે.

(12:25 PM IST)