<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

દ્વારકાના ‘અકિલા'ના પત્રકાર વિનુભાઇ સામાણીનો જન્‍મદિન

 

દ્વારકા તા. ર૯ :.. દ્વારકાના ‘અકિલા' ના પત્રકાર અને દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઇ સામાણીનો આજે  ૭૨ મો જન્‍મદિવસ છે. તેઓ પ્રસિધ્‍ધ સાંધ્‍ય દૈનિક ‘અકિલા' સાથે છેલ્લા ૩૮ વર્ષ ઉપરાંતના સમયથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ ઓખામંડળ ક્ષેત્રમાં એક પેઢી ઉપરાંતના સમયથી સામાજિક, ધાર્મિક પ્રવળતિઓ સાથે સતત સંકળાયેલા રઘુવંશી અગ્રણી છે. દ્વારકા સ્‍વસ્‍તિક ટ્રાવેલ્‍સના પ્રોપરાઇટર શહેરના જુના ટ્રાવેલ બિઝનેશમેન તરીકે નામના ધરાવે છે.તેમજ હોટેલ કાશી ના પ્રોપરાઇટર  છે. તેમના ૭૨ માં જન્‍મદિવસ નિમિતે મિત્રો શુભેચ્‍છકો તરફથી શુભેચ્‍છા મો. નં. ૯૪૨૯૧ ૪૧૦૧૨ ઉપર મળી રહેલ છે.

(12:30 PM IST)