<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ચલાલાના સેવાના ભેખધારી ડો.રતિદાદાનો જન્‍મદિન

 

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧: ચલાલાના ગાયત્રી પરિવારના ડો. રતિદાદાનો આજે જન્‍મદિન છે. ચલાલા અને આજુબાજુ ના વિસ્‍તારોમાં તમામ પ્રકારની સેવાકીય પ્રવળત્તિ માટે પુ. શ્રી.સંતશ્રી ડો.રતિદાદાનું નામ ગુંજી રહ્યું છે. અહી આવતા લોકોની તમામ તકલીફો વેદમાતા ગાયત્રી દ્વારા અને તેના માટે નિમિત એવા પુ. ડો.રતિદાદા દ્વારા દુર થાય છે. એક નાનકડી શરૂઆત થી લઇ પુ.ᅠડો.રતિદાદા એ સંસ્‍થાને હાલ એક વટ વળક્ષ સમાન બનાવી દીધી છે. જેમાં તેમાની અથાગ મહેનત સાથે પરિવારજનો નો સાથ સહકાર તથા લોકોની સેવા માટેનો તેમનામાં રહેલો ભાવ સાક્ષાત માં ગાયત્રીના દર્શન કરાવે છે.

 ડો.રતિદાદા સંસ્‍થામાં હાલ આરોગ્‍ય સેવા, શિક્ષણ સેવા, પર્યાવરણ સેવા, ગૌ-સેવા, માનવસેવા વગેરે જીવંત રૂપે ચાલી રહી છે. જેમાં આરોગ્‍ય સેવામાં સંસ્‍થા દ્વારા ૨૮૨ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પો પુરા કરી હજારો લોકોને મોતિયાના વિનામૂલ્‍યે ઓપરેશન કરી દેખાતા કર્યા છે. સાથે શ્રી રામ હોસ્‍પીટલમાં દાંત વિભાગ, આંખ વિભાગ, કાન-નાક ગળા નો વિભાગ આ તમામ વિભાગ વિનામૂલ્‍યે ચલાવવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે વોકર, યુરીન ચેર, વ્‍હીલચેર, સ્‍ટ્રેચર વગેરે સાધનો વિનામૂલ્‍યે વાપરવા માટે આપવામાં આવે છે. શિક્ષણ સેવામાં માતા-પિતા વગરના બાળકોને રહેવા, જમવા તથા અભ્‍યાસ ની સુવિધા આપી તેમને પગભર કરવામાં આવે છે. ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય નામની શાળામાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબ ની ૫૦ જેટલી દીકરીઓ વિનામૂલ્‍યે અભ્‍યાસ કરે છે. તથા દીકરીઓ માટે આર્ટસ, કોમર્સ અને બી.સી.એ. કોલેજ ની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.સંસ્‍થામાં  સંસ્‍કળત શક્‍તિ ગુરુકુળ અને રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલ શરૂ કરવામાં આવી છે.

પર્યાવરણ સેવામાં વર્ષ દરમિયાન અલગ- અલગ કાર્યક્રમો દ્વારા ૨૫૦૦ જેટલા રોપાઓ વિતરણ  કરેલ છે. શ્રી કૃષ્‍ણ ગોૈ. શાળામાં ઓરીજનલ ગીર ગાયોના ઉછેર કરવામાં આવે છે. અવેડી બનાવી પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.  ડો. રતિદાદાના (મો. ૯૪૨૭૪ ૯૧૦૯૭, ૮૮૬૬૩ ૭૪૧૧૨) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:49 PM IST)