<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સ્‍વામિનારાયણ ગુરુકુળના નિવળત્ત આચાર્ય વી.ડી. વઘાસિયાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ, તા. ૩ :  શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ,રાજકોટના પૂર્વ આચાર્ય વી.ડી.વઘાસિયાનો ચોથી ઓકટોબરના રોજ જન્‍મ દિવસ છે.૭૧ વર્ષ પૂરા કરી ૭૨મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે શૂન્‍ય નિવેશ પ્રયોગો દ્વારા વઘાસિયાએ ઉલ્લેખનીય કામગીરી કરી અનેક એવોર્ડ મેળવ્‍યા છે.જેવા કે,સુભદ્રા બેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક,નવભારત રત્‍ન એવોર્ડ ફોર એજ્‍યુકેશન એક્‍સસૅલન્‍સ,ભારત શિક્ષા રત્‍ન,વિવેકાનંદ યુથ ક્‍લબ શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડ અને શ્રેષ્ઠ શિક્ષક રાજ્‍ય પારિતોષિક,જે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે પ્રાપ્ત કરવાનું સૌભાગ્‍ય સાંપડ્‍યું હતું.

વિદ્યા વિહાર હાઈસ્‍કૂલ,આટકોટના કાર્યકાળમાં શાળાનું પરિણામ ૫ ટકાથી વધારીને પાંચ વર્ષમાં ૮૫ ટકા સુધી અપ લઈ જવાનો રેકોર્ડ શ્રી વઘાસિયાના નામે છે.ગુણવત્તા સુધારણાની સાથે સાથે,વિદ્યાર્થીઓમાં શિસ્‍ત અને સંસ્‍કારનું ઘડતર કરી આ શાળાને જસદણ તાલુકાની મોડેલ સ્‍કૂલ બનાવવામાં શ્રી વઘાસિયાએ ભારે જહેમત ઊઠાવી હતી.સ્‍વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય,રાજકોટના નોકરી કાળમાં ગુરુકુળને શ્રેષ્ઠ શાળાના અનેક એવોર્ડ અપાવી ચૂકયા છે.શાળાનું પરિણામ ૧૦૦ ટકા સુધી લાવવાનો રેકોર્ડ પ્રસ્‍થાપિત કરી ચૂકયા છે.ગુરુકુળનો વિદ્યાર્થી બોર્ડ રેન્‍કર બનવાની યશ કલગી પણ વઘાસિયાના કાર્યકાળમાં ઉમેરાઈ છે. ગુંજન પાર્કના સ્‍થાપક પ્રમુખ પદે રહી સતત ૧૧ વર્ષ સુધી બિન હરીફ પ્રમુખ પદે રહી ગુંજન પાર્કને એક મોડેલ સોસાયટી બનાવવામાં ઉલ્લેખનીય કામગીરી બજાવી છે.રાજકોટ શહેર આચાર્ય સંઘના મહામંત્રી તરીકેની ઉલ્લેખનીય સેવા પણ બજાવી ચૂકયા છે.

વઘાસિયાના જન્‍મદિવસ નિમિત્તે સ્‍વામિનારાયણ ગુરુકુળ,રાજકોટ સંસ્‍થાનના પ.પૂ.શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામી અને પ.પૂ. મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીએ  શુભાશિષ સહ અભિનંદન પાઠવ્‍યા છે. સ્‍વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના આચાર્ય અને શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દવે,રાજ્‍ય આચાર્ય સંઘ મહામંડળના પૂર્વ અન્‍વેષક ભૂપેન્‍દ્રસિંહ જાડેજા, રાજ્‍ય આચાર્ય સંઘ મહામંડળના ઉપપ્રમુખ, સંજયભાઈ પંડયા, રાજ્‍ય આચાર્ય સંઘ મહામંડળના સંગઠન મંત્રી, વિનોદભાઈ ગજેરા,રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ શૈલેષભાઈ સોજીત્રા મહામંત્રી તુષારભાઈ પંડ્‍યા, જલસા પરિવાર અને આશા નિકેતન સિનિયર સિટીઝન ક્‍લબના  સભ્‍યોએ અભિનંદન પાઠવી નિરામય જીવનની શુભકામનાઓ વ્‍યક્‍ત કરી છે.

(2:27 PM IST)