તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th October 2025
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદનો જન્મદિન

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી અનંદુ સુરેશ ગોવિંદનો જન્મ તા. ૭ ઓકટોબર ૧૯૯૩ ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરાલાના વતની અને ર૦૧૯ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
શ્રી અનંદુ સુરેશ ગોવિંદ ભૂતકાળમાં ખેડામાં મદદનિશ કલેકટર અને દક્ષિણ ગુજરાતના વાંસદામાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ બી.ટેક. કેમીકલ એન્જિનિયરીંગની પદવી ધરાવે છે. ઉત્સાહી યુવા અધિકારી છે. (પ-૧૦)
ફોન નં. ૦ર૮૧ ર૪૭૭૦૦૮
મો. ૯૯૭૮૪ ૦૬ર૪પ, રાજકોટ
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
