તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
રાજકીય અને વકીલાત ક્ષેત્રે અગ્રેસર કરણ બોરીચાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૯: યુવા એડવોકેટ કરણ એન. બોરીચાનો આજે ૦૯ ઓકટોમ્બરના રોજ જન્મદિવસ છે. કરણ એન.બોરીચા વકિલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબજ સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે અને પોતે ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ તાલુકા ભાજપ યુવા મોરચામાં મંત્રી તરીકે સંગઠનમાં કાર્યરત છે.તેઓની વકિલાત ક્ષેત્રની કારર્કીર્દીમાં રેવન્યુ ક્રીમીનલની સાથે અલગ-અલગ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમજ સેવાકીય પ્રવળતિઓ કરે છે.
કરણ એન. બોરીચા મિલનસાર તથા હસમુખો, સરળ સ્વભાવના કારણે બહોળું મિત્રમંડળ ધરાવે છે. તેમજ રાજકીય આગેવાન તરીકે ખુબ મોટી ચાહના ધરાવે છે. તેના શુભેચ્છકો, મિત્ર મંડળ, વકીલ મિત્રો તથા રાજકીય આગેવાનો દ્રારા તેમના મોબાઈલ નંબર ૯૦૩૩૦ ૦૯૭૫૫ પર અભિનંદન તથા આર્શિવાદની પુષ્પવર્ષા કરી રહ્યા છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
