<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

જુનાગઢનાં સ્‍વામી નિજસ્‍વરૂપાનંદ સરસ્‍વતીનો આજે જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ : આજે નિજ સ્‍વરૂપાનંદ સરસ્‍વતી નો જન્‍મદિવસ છે જ્ઞાતિ સંત ચરિત્રના લેખક શ્રી હિંમતભાઈ મહેતા -સ્‍વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કર્યા છે.  તા ૯- ૧૦ -૬૧ ના રોજ પ્રેમ પરા ગામે રાજગોર બ્રાહ્મ ણ પુરુષોત્તમભાઈ લાલાણીના ધર્મપત્‍ની પાર્વતીબેન ના કુખે એક તેજસ્‍વી બાળક નો જન્‍મ થાય છે જેનું નામ પંકજભાઈ  રાખવામાં આવ્‍યું. પ્રાથમિક શાળામાં ગામે અભ્‍યાસ કરી ,ઉચ્‍ચ અભ્‍યાસ જ્ઞાતિની ર્બોડિંગ માં મેળવી પ્‍ખ્‍સુધી અભ્‍યાસમાં ઉત્તિર્ણ થયા બાદ જુનાગઢ શ્રી માનસ વિદ્યાલય અને વિવેકાનંદ વિદ્યાલય પ્રમાં સંસ્‍કળત શિક્ષક તરીકે ફરજ બજાવી પરંતુ શંકરાચાર્યના મતે બ્રહ્મ- સત્‍ય -જગત મિથ્‍યા  મુજબ વૈરાગ્‍ય ઉત્‍પન્ન થતા ઋષિકેશ ના સ્‍વામી દયાનંદ સરસ્‍વતી પાસેથી તારીખ ૧૮- ૨- ૨૦૦૪ ના મહાશિવરાત્રીના રોજ સંન્‍યાસ દીક્ષા લીધી અને સાધુ નામ  સ્‍વામી નિજ સ્‍વરૂપાનંદ સરસ્‍વતી નામ ધારણ કર્યું બાદ ૧૨ વર્ષ સુધી નવાગામ મહાકાળી આશ્રમમાં રહી સાધના કરી. હાલમાં માંડણ પરા મધુવન આશ્રમમાં સાધના કરતા સ્‍વામી નિજ સ્‍વરૂપાનંદ સરસ્‍વતીના જન્‍મદિન (મો. ૭૦૧૬૯ ૨૪૯૪૦) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(12:14 PM IST)