News of Friday, 10th October 2025
મુઠીઉંચેરા માનવી મદનસિંહ સિસોદિયાનો આજે જન્મ દિવસ
મોટા ઉદ્યોગઘરોના પ્રસંગે હજારોની સંખ્યામાં મેન પાવર પૂરો પાડવા માટે જાણીતા છે...

રાજકોટ તા.૧૦: આજે મોટા કોર્પોરેટ જગતના મહાનુભાવોના લગ્ન પ્રસંગ સહિત હાજરીની સંખ્યામાં મેઈન પાવર પૂરો પાડવા માટે જાણીતા મૂળ રાજસ્થાનના ડુંગરપુરના મદનસિંહ સિસોદિયાનો આજે જન્મ દિવસ છે, ખૂબ મોટા ગજાના દિલેર માનવી આખા વન વર્લ્ડ રેસીડેન્સીમા કોઈને પણ કામ પડે ત્યારે ખડે પગે રહેતા હોવાથી લોકો તેમને દિલથી પસંદ કરે છે.
આંબાના જાળમાં કેરીઓ આવે ત્યારે તે અકળ રહેવાને બદલે વધુ નમે છે, તેમ મદનસિંહ કોઈ જાતની મોટાઈ દેખાડ્યા વગર આખા વન વર્લ્ડ રેસીડેન્સીમા જેમના ત્યાં નાનો મોટો પ્રસંગ હોય ત્યારે જવાબદારી ઉઠાવી કોઈ જાતના નફા વગર કાર્ય પૂર્ણ કરી આપે છે, વન વર્લ્ડ રેસીડેન્સીમાં પણ વાર તહેવારે ઉજવાતા પ્રસંગ માટે ખૂબ ઉતમ ક્વોલેટિના મેનુ માટે કોઈ વ્યાપારી દૃષ્ટિ રાખવાને બદલે એકદમ ટોકન દરે વ્યવસ્થા ગોઠવી આપે છે, તેમના આવા કાર્યમાં પત્નિ ગાયત્રીબા અને તેમની લાડકવાઇ દેવાંશી તેમના પ્રેરકરૂપ બને છે. મોબાઇલ નંબર (૭૦૪૮૮ ૮૮૦૦૫)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
