<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાજકોટ શહેર ભાજપમાં ૩૦ વર્ષથી સક્રિય ડો. અબ્‍દુલ બેલીમનો ૮૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૦ : રાજકોટ શહેર ભાજપમાં છેલ્લા બાવન વર્ષથી સક્રિય અને સને ર૦૦ર માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના ટેકામાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા અને ૩૦ વર્ષ સુધી ટીબી સુપરવાઇઝર તરીકે સેવા આપી નિવૃત થયેલા ડો. અબ્‍દુલભાઇ હાજી હાસમ બેલીમ આજે તા. ૧૦ ના ૮૧ માં વર્ષમાં (મો. નં. ૯૮ર૪૮ ૧૪૮૭૬) પ્રવેશ્‍યા છે. તેઓએ ધો. ૧ થી ૪ કિશોરસિંહજી સ્‍કુલ, ધો. પ થી ૧૦ વિરાણી હાઇસ્‍કુલ અને ધર્મેન્‍દ્રસિંહ કોલેજમાં બી.એ.નો અભ્‍યાસ કરેલ એ સમયે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનો ડી. કે. વી. કોલેજ જામનગર ખાતે બીજા ક્રમે વિજેતા થયેલ. એ વખતે કોલેજમાં નિરંજન શાહ સાથે ક્રિકેટ રમયા હતાં. 

(3:51 PM IST)