<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ-વકીલ-નોટરી નયનભાઈ જોશીનો જન્‍મદિવસ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૭: વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ- વકીલ - ભારત સરકારના નોટરી શ્રી નયનભાઈ આર. જોશીનો આજે જન્‍મદિવસ હોય, વિશાળ ચાહકવર્ગ શુભેચ્‍છા-વર્ષા કરી રહ્યો છે. એડવોકેટ નયનભાઈ જોશીનુ સામાજિક-રાજકીય અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓમાં જબરૂ યોગદાન રહ્યું છે. તેઓ હાલ ભારતીય જનતા પાર્ટીના અદના સેવક તરીકે કાર્ય કરી રહ્યા છે. રોટરી કલબના પ્રમુખ તથા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે યાદગાર સેવાઓ આપી ચૂકયા છે. હાલ પ્રજાના પ્રશ્‍નો સતત સક્રિય રાજયકક્ષાની સ્‍વૈચ્‍છિક સંસ્‍થા ટીમ ગબ્‍બરના સુકાની-સારથી તરીકેની નિષ્‍પક્ષ-પ્રજાલક્ષી સેવાઓ આપી રહ્યા છે. સામુહિક પ્રજાકીય પ્રશ્‍નોની સરકારમાં બેધડક રજૂઆત કરતા અને ગરીબ-તવંગર સૌની સાથે હળીમળીને રહેતા નયનભાઈ જોશી (મો.૯૪૨૬૪ ૪૨૪૧૩)ને જન્‍મદિને શુભેચ્‍છા-અભિનંદન પાઠવાઈ રહ્યા છે. (રર.૧૭)

(1:18 PM IST)