<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વાંકાનેર ગાયત્રી શકિતપીઠના અશ્વીનભાઇ રાવલનો જન્‍મદિન

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧૮ :

ધનતેરસના દિવસે ગાયત્રી પરિવારના વાંકાનેરના અશ્વિનભાઈ રાવલનો જન્‍મદિવસ છે.

શ્રી ગાયત્રી શક્‍તિપીઠ વાંકાનેર ના અશ્વિનભાઈ રાવલનો ધનતેરસના દિવસે તિથિ મુજબ જન્‍મદિવસ છે. તેઓ વાંકાનેર ખાતે ખૂબ જ મોટી સેવાકીય પ્રવળતિ ચલાવી રહ્યા છે.

વાંકાનેર ખાતે ગાયત્રી શક્‍તિપીઠ વાંકાનેર નો કાર્યભાર જેવો ઘણા વર્ષો થી સંભાળી રહ્યા છે અને વાંકાનેર માટે તેવો એ અનેક સેવાકીય પ્રવળત્તિઓ શરૂ કરી છે જેમાં ગૌશાળા, ભોજનાલય, પ્રાથમિક શાળા, બાલમંદિર, વિકલાંગ/દિવ્‍યાંગ ડે સ્‍કૂલ, શિવણ ક્‍લાસ, કોમ્‍પુટર ક્‍લાસ, એમ્‍બ્‍યુલન્‍સ સેવા, અંતિમવાહીની સેવા, આપતીના સમયમાં પણ ગમે ત્‍યારે ખડેપગે અને અનેક બ્‍લડ કેમ્‍પ, સર્વ રોગ નિદાન કેમ્‍પ અને આ બધી સેવાકીય પ્રવળતિ હાલ માં પણ કાર્યરત છે.

ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બંને સમય યાત્રિકો માટે ભોજનની વ્‍યવસ્‍થા અને ગમે ત્‍યારે સૂકા નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ ચાલુ છે.

આ જન્‍મદિવસ પર અશ્વિનભાઈ રાવલે ૭૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેવો દર વર્ષે જન્‍મદિવસ ની ઉજવણી સાદગી પૂર્વક ગાયત્રી શક્‍તિપીઠ ખાતે જ રહી ને યજ્ઞ પૂજા આરતી કરીને માતાજીના સાનિધ્‍ય માં જ ઉજવણી કરે છે.

મો. ૯૮૨૫૧૨૦૯૭૮. 

(1:41 PM IST)