<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

આજે કચ્‍છના લોકપ્રિય જિલ્લા પોલીસવડા સાગર બાગમારનો જન્‍મ દિવસ

ડ્રગ્‍સ માફીયાઓ, વ્‍યાજખોરો અને રીઢા ગુનેગારો સામે ઝુંબેશ ચલાવનાર ips પર અભિનંદન વર્ષે છે, અપરંપાર

રાજકોટ તા. .આજે મૂળ રાજસ્‍થાનના વતની અને સૌરાષ્‍ટ્ર ,ગુજરાત અને કચ્‍છને પોતાનું વતન બનાવી સજ્જન લોકો સાથે દૂધમાં સાકર માફક ભળી ગયેલ કચ્‍છ પૂર્વના કાર્યદક્ષ ૨૦૧૭ બેચના ips સાગર બાગમારનો આજે જન્‍મ દિવસ છે, વિશાળ શુભેચ્‍છક વર્ગ ધરાવતા આ અધિકારી પર શુભેચ્‍છાઓ અનરાધાર વર્ષી રહ્યા છે.                                

 રાજકોટ જિલ્લાના જેતપુરથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કરનાર આ અધિકારીએ એજ સમયથી અસમાજિક તત્‍વો સામે ઝુંબેશ શરૂ કરી હતી. તેઓએ સુરત ડીસીપી તરીકે જે તે સમયના પોલીસ કમિ‘ર અજય તોમરના માર્ગદર્શનમાં વ્‍યાજખોરો સામે પોલીસને ફરિયાદી બનાવી ગુન્‍હા દાખલ કરાવેલ, લાંબા સમયથી લોકોનો મરણમૂડી જેવો મુદામાલ પરત અપાવી, રીઢા આરોપીઓ, ડ્રગ્‍સ માફિયાઓ સામે ઝુંબેશ ચલાવેલ.   પૂર્વ કચ્‍છના કાર્યકાળ દરમિયાન સરહદી જીલ્લામાં સ્‍ટેટ એજન્‍સી, સેન્‍ટ્રલ એજન્‍સી સાથે કોન્‍ટેક્‍ટ રાખવા સાથે bsf સાથે પણ સંકલન કરી જાસૂસી, હથિયાર, ડ્રગ્‍સ, વિરોધી ઝુંબેશ સાથે અસમાજિક તત્‍વોની મિલકત જપ્તી કાર્યવાહી બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડિયાના માર્ગદર્શનમાં કરી લોકોની વાહવાહી મેળવી છે. (મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૦૫૬૯૦)

(11:53 AM IST)