News of Wednesday, 29th October 2025
ગ્રેટર રાજકોટ ચેમ્બરના ચેરમેન ધનસુખભાઇનો કાલે જન્મદિવસ

રાજકોટ તા.૨૯: કાલે તા. ૩૦ ના ગ્રેટર રાજકોટ ચેમ્બર ચેરમેન ધનસુખભાઇ વોરાના ૮૦માં જન્મદિવસ પ્રસંગે (મો. ૯૮૨૫૨ ૧૮૨૩૬) તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.
૧૯૬૯માં અભ્યાસ પૂર્ણ કરી ખુબજ નાના પાયાથી પોતાના ઉદ્યોગની શરૂઆત કરેલ. અને સને ૧૯૭૧થી પોતાના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ ક્ષેત્રે વેચાણ કરી રહેલ છે. તઓે છેલ્લા ૪૦વર્ષથી જાહેર જીવનમાં વેપાર ઉદ્યોગના પ્રશ્નો અંગે કાર્યરત રહેલ છે.
૧૯૮૬થી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવૃત થયા અને ૧૯૯૨થી સને ૧૯૯૬ સુધી તે સંસ્થાના માનદમંત્રી તરીકેની સેવા આપી.
૨૦૨૧ની સાલમાં તેઓએ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં મહત્વનું યોગદાન આપ્યુ અને સને ૨૦૦૧થી સને ૨૦૦૬ સુધી માનદમંત્રી તરીકે સેવા આપી. સને ૨૦૦૬થી હાલ સુધી સંસ્થાના પ્રમુખપદેથી નિવૃત થયા બાદ પણ સંસ્થાના કારોબારી સભ્યોના સ્નેહને કારણે તેઓ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમ એક યાદીમાં ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવભાઇ દોશી, વાઇસ ચેરમેન કાંતીભાઇ જાવીયા તથા માનદ મંત્રી મયુરભાઇ શાહ દ્વારા જણાવવામાં આવેલ છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
