તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા નિવૃત ડે. સેક્રેટરી મહેન્દ્ર સોની

ગાંધીનગરઃ બનારસ હિંદુ યુનિવર્સિટીની ખાતાકીય તપાસને લગતી બાબતોના સલાહકાર શ્રી મહેન્દ્રભાઈ સોની આજે તા.૩૦/૧૦/૨૦૨૫ના રોજ તેમનો ૬૧ મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેઓ ગુજરાત સરકારના નાયબ સચિવ તરીકે નિવળત્ત થયા છે. તેઓશ્રીએ ગુજરાત સરકારના પંચાયત વિભાગ, મહેસુલ વિભાગ, કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કળષિ અને સહકાર વિભાગ તેમજ ગળહ વિભાગમાં સેવા આપી છે.
શ્રી મહેન્દ્રભાઈ સોની MY MENTOR GST ના પ્રોપ્રાયટર છે અને સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતો, કામગીરી મૂલ્યાંકન અહેવાલ, એસીબી કેસ અને ખાતાકીય તપાસના કેસોમાં વ્યવસાયિક સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત જુદી જુદી તાલીમ સંસ્થાઓ દ્વારા સરકારી અધિકારી અને કર્મચારીઓને ખાતાકીય તપાસ સહિત જુદા જુદા વિષયો ઉપર તાલીમ આપવાની પણ કામગીરી કરે છે.
શ્રી મહેન્દ્રભાઈ સોની, માનવધર્મ અને કર્મને મહાન ગણે છે.
(મો) ૯૯૭૮૪ ૦૮૫૫૦ ગાંધીનગર
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
