તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
મોદીજી સેના સંગઠનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આરીફ કાલવાનો જન્મદિન

રાજકોટઃ એકતા દિવસ અખંડ ભારત શિલ્પી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે તેની વિચારધારા સાથે જોડાયેલા આરીફભાઈ કાલવાનો પણ આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મુળ વતન રાજકોટ હાલ સુરત રહેતા આરીફભાઈ હાલમા મોદીજી સેના સંગઠનના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે તેમજ સાથે સને-૨૦૧૩ થી આજ ૨૦૨૫ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પહેરવેશ (ડ્રેસ)ની સેમ કોપી પહેરીને જનતા સ્ટાર પ્રચાર કરી રહયા છે મોદીજીના ૭૫માં જન્મદિવસે તેમના જન્મથી લઈ ૨૦૨૪માં લાસ્ટ વનપર્યાવરણ ઉપર કામ કર્યુ ત્યાં સુધીનુ તેમના જીવન આધારીત ‘‘કેમ છો ?'' નામની ડીજીટલ પુસ્તક તેમને ભેટ કરી એમેઝોન ઉપર લોન્ચ પણ કરેલ છે આ પુસ્તકના એડીટર અને નિર્માતા પણ તેઓ છે. આ ઉપરાંત સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ચેરમેન તરીકેની સેવા આપી રહયા છે બીઝનેસમેન, કાલવા બિલ્ડર, ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં “OHM-WOW પ્રોડકશન એન્ટરટેન્મેન્ટ'' ના નામે પ્રોડ્યુસર પણ છે. (મો.૯૫૩૭૭ ૭૯૮૮૬)
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
