તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય એડવોકેટ ધર્મેશ સખીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ બાર એસોસીએશનના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી, શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય એડવોકેટ ધર્મેશ જી. સખીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનમાં ૩૮ વર્ષ પુર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. એડવોકેટ ધર્મેશ સખીયાએ વર્ષ ૨૦૧૦માં સનદ મેળવી વકીલાતની શરૂઆત કરી હતી. હાલ રેવન્યુ તેમજ સિવિલ ક્ષેત્રે પ્રેકિટસ કરી રહ્યા છે. હાલ તેઓ રાજકોટ રેવન્યુ બારના સંગઠન મંત્રી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ખોડલધામ લીગલ સમિતિમાં જિલ્લા કન્વીનર તરીકે કાર્યરત એવા ધર્મેશભાઈ સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ વકીલોના હિત માટે હરહંમેશ કાર્યરત હોવાથી વકીલોમાં લોકચાહના ધરાવે છે. રાજકોટ બાર એસો.માં પૂર્વ કારોબારી સભ્ય પણ રહી ચૂકયા છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ ધર્મેશ સખીયાને રાજકોટ બાર એસોસીએશનના સીનીયર તથા જુનીયર વકીલો, રાજકીય, સામાજિક આગેવાનો, સ્વજનો તથા મિત્રો તરફથી મો. નં. ૯૯૭૪૯ ૯૦૦૦૭ ઉપર અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
