<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સૌરાષ્‍ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્‍ણાંત ડો.તેજસ કરમટાનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા.૧: સૌરાષ્‍ટ્રના અગ્રીમ હરોળના ક્રિટીકલ કેર સ્‍પેશ્‍યાલિસ્‍ટ તથા ગોકુલ હોસ્‍પીટલ, વિદ્યાનગર મેઇન રોડના ડિરેક્‍ટર ડો. તેજસ કરમટાનો આજે જન્‍મ દિવસ છે તેઓ ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે. ડો. તેજસ કરમટા છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટમા ગોકુલ હોસ્‍પીટલ, વિદ્યાનગર મેઇન રોડ, ખાતે સિનીયર કન્‍સલ્‍ટન્‍ટ ઇન્‍ટેન્‍સીવીસ્‍ટ (ક્રિટીકલ કેર નિષ્‍ણાત) તરીકે ની સેવાઓ આપે છે.

ડો.તેજસ કરમટાએ MBBS તથા MD મેડિસીનની ડિગ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજ જામનગરથી પ્રાપ્ત કરી એમ.ડી. (મેડીસિન) ક્રિટીકલ કેર મુંબઇની વિખ્‍યાત જશલોક હોસ્‍પીટલમાંથી પ્રાપ્ત કરેલ છે. ત્‍યારબાદ ક્રિટીકલ કેર ક્ષેત્રે તેઓના અમુલ્‍ય યોગદાનો જેમ કે Indian College of Critical Care Medicine ના પ્રોફેસર તથા પરિક્ષક તરીકે વર્ષોથી સેવા આપે છે. રાષ્‍ટ્રીય સ્‍તરે સમાજને ઘણા સારા ક્રિટીકલ કેર નિષ્‍ણાતો આપેલ છે. તદઉપરાંત ક્રિટીકલ કેરના રાષ્‍ટ્રીય તથા આંતર રાષ્‍ટ્રીય અધિવેશનમા ફેકલ્‍ટી નિષ્‍ણાત તરીકે નિયમિત રીતે તેમના વ્‍યાખ્‍યાન માટે આમંત્રિત કરવામા આવે છે. રાષ્‍ટ્રીય કક્ષાએ ક્રિટીકલ કેર ક્ષેત્રે તેમનુ ખુબ મોટુ યોગદાન છે તેઓ દર વર્ષે ક્રિટીકલ કેરની બહાર પડતી પુસ્‍તકમા અમુલ્‍ય યોગદાન આપે છે.

હાલમા તેઓ Indian Society of Critical Care Medicine (ISCCM) મા રાષ્‍ટ્રીય લેવલે West Zone Member તરીકે સેવાઓ આપે છે. તદઉપરાંત તેઓ Association of Physician of Rajkot (APR) ના પ્રેસીડેન્‍ટ તરીકે સેવાઓ આપે છે તથા Indian Medical Association (IMA) રાજકોટ બ્રાંચ ના આવતા વર્ષના (૨૦૨૬-૨૭) પ્રેસીડેન્‍ટ (ઇલેક્‍ટ) તરીકે નિમણુંક પામેલ છે.

આ ઉપરાંત ડો. કરમટાનુ સામાજીક ક્ષેત્રે પણ બહોળુ યોગદાન છે જેમકે તેઓ Organ Donation Foundation ના ટ્રસ્‍ટી છે, તદઉપરાંત Rayka Education Charitable Trust ના નેજા હેઠળ તેઓ રબારી સમાજના હજારો વિદ્યાર્થીઓને ઉચ્‍ચ શિક્ષણ તથા આત્‍મ નિર્ભર થવા માટે મદદ કરે છે.  સમાજના જરૂરિયાતમંદ અભ્‍યાસ કરતા ભાઇઓ તથા બહેનો માટે વિશાળ સંકુલમા રહેવા, જમવા તથા અભ્‍યાસની વ્‍યવસ્‍થા પુરી પાડેલ છે. ઉપરાંત સૌરાષ્‍ટ્રમા અનેક શહેરોમા રબારી સમાજમા શૈક્ષણીક ટ્રસ્‍ટોમા સેવા આપે છે. જુનાગઢ વિદ્યાર્થી ભવન, જામનગર વિદ્યાર્થી ભવન વગેરેમા પણ ટ્રસ્‍ટીની ભુમિકા ભજવે છે તથા યોગ્‍ય માર્ગદર્શન આપે છે. ડો. તેજસ કરમટા ઉચ્‍ચ શિક્ષીત, લાગણીશીલ અને માનવતાવાદી અભિગમ ધરાવે છે. તેઓ પોતાના સમાજસેવી અને આનંદી સ્‍વભાવના લીધે સમગ્ર તબીબી જગત તથા સમાજમાં ખુબજ માનવંતા બન્‍યા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજના દિવસે સમગ્ર ગોકુલ હોસ્‍પિટલ ઉપરાંત અનેક સામાજિક સંસ્‍થાઓ, રાજકીય આગેવાનો અને  તબીબ મિત્રો દ્વારા ડો. તેજસ કરમટાને સતત હૃદયપૂર્વક શુભેચ્‍છાઓ મળી રહી છે

(2:25 PM IST)