તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
રાજકોટના ભૂદેવ રસિકઅદા વ્રજલાલ વ્યાસનો જન્મદિવસ

રાજકોટના ઓદીચ્ય ભૂદેવ શ્રી રસિકઅદા વ્રજલાલ વ્યાસનો આજે જન્મદિવસ છે, તેઓ ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯મા વર્ષમાં પ્રવેશ કરશે. ગુરુ પાસેથી મેળવેલા જ્યોતિષના જ્ઞાનનો ઉપયોગ તેઓ નિઃશુલ્ક કુંડળી અને લગ્નમેળાપ જોઈને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે કરી રહ્યાનું જણાવ્યું છે. આ ઉપરાંત, તેઓ છ વખત રક્તદાન અને ગૌશાળાઓમાં ઘાસચારાનું દાન કરીને જીવદયાના કાર્યમાં પણ સક્રિય છે. શ્રી રસિકઅદા વ્યાસે વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સ્વામી સમભાવનંદજી બાપુ પાસેથી જ્યોતિષની શિક્ષા મેળવી છે. ધાણાદાળના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી વ્યાસ જીવદયાના કાર્યો માટે પણ સક્રિય છે. તેઓ કે.કે. પારેખ સ્કૂલ, અમરેલીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક અગ્રણીઓ અને શુભેચ્છકો દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૭૧૪૭૯૩૪૧૨ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
