News of Friday, 7th November 2025
પીઢ નાટયકર્મી અભિનેતા કૌશિક સિંધવનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ પીઢ રંગકર્મી -અભિનેતા શ્રી કૌશિકભાઈ સિંધવ (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧) નો આવતીકાલે જન્મ દિવસ છે. (જન્મ તા.૮-૧૧-૧૯૪૫) છેક ૧૯૫૯-૬૦થી એટલે કે બાલ્યાવસ્થાથી આજે ૮૧માં વર્ષ સુધીમાં રેડિયો, ટીવી તથા વિશેષતઃ રંગભૂમિ અને વોઈસ ઓવર આર્ટીસ્ટ સહિત સાતસોએક અભિનય પ્રોજેક્ટસમાં તેઓએ પોતાના પ્રેક્ષણિય અભિનયને ઠાલવ્યો છે. દિગ્દર્શનમાં પણ એટલા જ કુશળ. નાટય વિષય લેખન પણ એટલું જ વિશાળ. છેલ્લા ઘણાં વર્ષ થયાં પોતાના નાટય ફળિયે યુવાનોને નાટયતાલીમ દરમ્યાન સર્જીત નાટકો દ્વારા, સમાજથી તરછોડાયેલા અને તિરસ્કૃત લોક સમા વૃધ્ધાશ્રમો, ઝુપડપટ્ટી, જેલના કેદીઓ ગણિકાઓના આંગણે જઈ તેઓને નાટય મનોરંજન આપવા જેવું સેવા સમાન કામ કરી રહ્યા છે. આ માટે ગુજરાત ગૌરવ પુરષ્કાર એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનના ખાસ આમંત્રિતનું સન્માન દિલ્હી આકાશવાણીનો એ ગ્રેડ એવોર્ડ અને હાલમાંજ પ્રતિષ્ઠિ ફૂલછાબ એવોર્ડ જેવાં ઘણા સન્માનોથી વિભૂષિત થયા છે. તેઓના જન્મ દિવસ નિમિતેની ઉજવણી ઝુપડટ્ટીમાં જઈ ત્યાના દુઃખીયાને નાટય મનોરંજન પુરૂ પાડી કરનાર છે. જે કીડની હોસ્પિટલની બાજુમાં છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
