તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 8th November 2025
રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ સુમિતભાઇ વોરાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૮: રાજકોટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર સુમીત ડી. વોરા નો આજે જન્મદીવસ છે. તેઓએ યશસ્વી જીવનમાં ૩૬ વર્ષ પુર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. એડવોકેટ સુમીત ડી. વોરા એ વર્ષ - ૨૦૧૧ માં સનદ મેળવી વકીલાતની શરૂઆત કરેલ. હાલ સીવીલ, ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે. હાલ તેઓ રાજકોટ બાર એસોસીયેશનમાં ઉપપ્રમુખ તરીકે તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે તથા રાજકોટ બાર એસોસીયેશનના વેલ્ફેર ફંડમાં ટ્રેઝરર તરીકે પોતાની સેવા આપી રહયા છે. તેમજ રાજકોટની વિવિધ સંસ્થાઓ તથા ખોડલધામ લીગલ સમિતિ સાથે કાર્યરત છે. તેઓ વકીલોના હીત માટે હરહંમેશ કાર્યરત હોવાથી વકીલોમાં સારી એવી લોકચાહના ધરાવે છે અગાઉ તેઓ રાજકોટ બાર એસોસીયેશનમાં ૩ વાર કારોબારી સભ્ય તરીકે તથા લાઈબ્રેરી સેક્રેટરી તરીકે પણ રહી ચુકયા છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ સુમીત વોરાને જુનીયર તથા સીનીયર વકીલ ભાઈ-બહેનો તથા રાજકીય અને સામાજીક આગેવાનો સ્વજનો તથા મિત્રો તરફથી મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૪૬૦૯૧ ઉપર ખુબ જ શુભેચ્છાઓ મળી રહી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
