<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

સેવા, સંગઠન અને સમન્વયવાળા સેવક ડો. પ્રિતેશ પોપટનો જન્મદિન

વ્યકિત ઍક, વિશેષતા અનેક

રાજકોટ:. જાણીતા સેવાભાવી, કર્મઠ આગેવાન ભા.જ.૫, ના અડીખમ યોદ્ધા શ્રી લાલભાઈ પોપટ અને જાણીતા સેવાભાવી મહિલા અગ્રણી દક્ષાબેનના સુપુત્ર ગુજરાત સરકારની ચાઈલ્ડ વેલફેર કમીટી ઘ્.ષ્.ઘ્.ના અત્યાર સુધીના સૌથી ઓછી વયના ચેરમેન તરીકે કાર્યરત  પ્રાધ્યાપાક પ્રિતેશ વિનોદચંદ્ર (લાલભાઈ) પોપટનો આજે જન્મદિવસ છે. રઘુવંશી સમાજમાં સેવા, સુશુશ્રા અને સહકાર ઍમ ત્રણેય સુત્રોને લઈને સતત સક્રિય ઍવા રઘુવંશી યુવા આગેવાન પ્રિતેશ પોપટ ભા.જ.પ. યુવા મોરચામાં વિવિધ શ્રેણીની જવાબદારીઓ સફળતાપૂર્વક વહન કરી ચુક્યા છે. રામજન્મભૂમી આંદોલન, ત્રિરંગા યાત્રા, સ્વદેશી અભિયાન, આત્મનિર્ભર ભારત સહિત અનેક ચળવળમાં યુવા વયથી દેશના વિવિધ સ્થાનો પર સત્યાગ્રહમાં અને જાગૃતિ ઙ્કેરક કાર્યક્રમોમાં ખૂબ જ નાનીવયથી ભાગ લેનાર પ્રિતેશ પોપટ જાણીતી સેવા સંસ્થા ‘માધવ ફાઉન્ડેશન’ના મેનેજીંગ ટ્રસ્ટી છે. વોર્ડ નં. ૨ વિસ્તારને વિશેષ રીતે કર્મભૂમી બનાવી અને સમગ્ર વિસ્તારમાં વ્યાપક સંપર્ક ધરાવે છે અને   પ્રિતેશભાઈ શૈક્ષણીક, સામાજીક ક્ષેત્રે પણ આગવુ પ્રદાન કરી રહેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સમાજ કાર્ય ભવનમાં ઘણા બધા વર્ષોથી અધ્યાપન કાર્ય કરતા પ્રિતેશભાઈનું સંશોધન ખાસ કરીને સામાજીક સંસ્થાનું કાર્ય તેમજ સમાજ કાર્ય અને સામાજીક સંસ્થા ઍ વિષય ઉપર વિશેષ સંશોધન અને વિસ્તરણ નું કાર્ય છે.
 પ્રિતેશ પોપટ અને સમગ્ર પરિવાર દાયકાઓથી બ્રહ્મ લીન પૂજય હરીચરણદાસ બાપુના કૃપાપાત્ર રહ્નાં છે.
‘સંગઠન’, ‘સેવા’ અને સમન્વયના સુત્રને સાર્થક કરતાં ડો. પ્રિતેશ પોપટને જન્મદિને સગા, સંબંધીઓ અને મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.
મો. નં. ૯૮૨૪૫ ૭૭૨૨૯, રાજકોટ (પ-૧૮) 

 

(11:41 AM IST)