<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

ડિજીટલ ન્‍યુઝના રિપોર્ટર જયેશ રાવરાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૪: ડિજિટલ ન્‍યૂઝના યુવા અને ઉર્જાવાન રિપોર્ટર જયેશ રાવરાણીનો આજે ૩૬મો જન્‍મદિવસ છે.  છેલ્લા ૧૪ વર્ષથી તેઓ લોકોના અવાજને મિડીયાના માધ્‍યમથી સમાજના મધ્‍ય સુધી પહોંચાડતા રહ્યા છે.  સમાજમાં તેમની બીજી આગવી ઓળખ એટલે દાંડીયા કિંગ. દાંડિયારાસના મંચ પર તેમની જુદી જ છાપ છે. ખેલૈયાઓ તેને દાંડિયાકિંગ તરીકે ઓળખે છે. આજે તેના ૯૨૬૫૦ ૨૭૧૧૮ નંબર તેમજ સોશિયલ મીડિયા પર સતત શુભેચ્‍છાઓ વરસી રહી છે. હાલ તે ખાસખબર સાથે જોડાયેલા છે.

(3:30 PM IST)