<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીનો આવતીકાલે જન્‍મદિવસ

સાવરકુંડલા તા. ૧પ :..  વરિષ્ઠ પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્‍ય બિપીનભાઈ પાંધીનો  રવિવારે જન્‍મદિવસ હોવાથી મિત્રો શુભેચ્‍છકો શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા  શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે

 પોતે અખબારી રીર્પોટિંગ ક્ષેત્રે સતત સક્રિય અને ગ્રાઉન્‍ડ રીયાલિટીનું તલસ્‍પર્શી પત્રકારત્‍વ દ્વારા લોકહિતના પ્રશ્નો અંગે વિસ્‍તળત રીર્પોટિંગ કરીને લોકપ્રશ્‍નોને વાચા આપવા અવિરત પ્રયાસ કરતા હોય અનેક લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળે છે.

પોતે મલ્‍ટિડાયમેન્‍શનલ વ્‍યક્‍તિત્‍વ ધરાવતાં હોવાથી અમીર, ગરીબ, પક્ષ વિપક્ષ, સાધુ સંતો તેમજ બુધ્‍ધિજીવોમાં  લોકપ્રિયતા ધરાવે છે. કાલે તેઓ ૬૬ વર્ષ પૂર્ણ કરીને ૬૭ માં વર્ષમાં પ્રયાણ કરતાં હોય તેમને  તંદુરસ્‍ત દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ તેના મોબાઈલ નંબર ૯૪૨૯૦૭૭૨૮૩ પર  પાઠવવામાં આવી રહી છે. 

(1:10 PM IST)