<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ધ્રોલના ગૌરવવંતા યુવા નેતા આશિષ પરમારનો જન્મદિવસ: શુભેચ્છાઓનો ધોધ

(સંજય ડાંગર ધ્રોલ) ધ્રોલઃ જામનગર જિલ્લાના રાજકારણમાં યુવા અને સશક્ત નેતૃત્વનું પ્રતીક, ધ્રોલના સતવારા સમાજનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના જામનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી આશિષ પરમાર આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે.
આશિષ પરમાર માત્ર એક રાજકીય આગેવાન નહીં, પરંતુ ધ્રોલ અને સમગ્ર જામનગર જિલ્લાના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના સક્રિય યોગદાન અને સમાજ પ્રત્યેની નિષ્ઠાએ તેમને સતવારા સમાજમાં ખૂબ જ સારી નામના અપાવી છે.
એક યુવા નેતા તરીકે, આશિષ પરમારે પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડી છે અને યુવા શક્તિને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના જન્મદિવસ નિમિત્તે, રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં મિત્રો તરફથી તેમને સતત શુભેચ્છાઓ મળી રહી છે.
તેમના નજીકના મિત્રવર્તુળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શુભકામના પાઠવવા માટે તેમનો સંપર્ક મો:- ૯૯૦૯૩ ૩૩૫૨૦ નંબર પર કરી શકાય છે.
આજે આ યુવા નેતાના જન્મદિવસ નિમિત્તે તેમના જાહેર જીવનમાં વધુ સફળતા મળે અને તેઓ સમાજ માટે વધુ ઉત્કૃષ્ટ કાર્યો કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ!

(11:07 AM IST)