<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

આજે અમદાવાદના કાર્યદક્ષ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક‌નો‌ જન્મદિવસ

BSF કાર્યકાળ દરમિયાન કચ્છ બોર્ડર પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપેલ. ‌

રાજકોટ : જે રવિવારે રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા સિનિયર IPS જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકનો‌ જન્મ દિવસ છે.                      
ભરૂચ જેવા સંવેદનશીલ જિલ્લા,કરછ જેવા સરહદી જીલ્લામાં જડબેસલાખ અમલ કરાવનાર ડીજીપી લેવલના આ અધિકારીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી તરીકે લૂખ્ખા,રીઢા  ગુનેગારોને પ્રજાની ફરિયાદ મળતા સાથે જ તાકીદે કાયદાનું ભાન કરાવી ગુનેગારોમાં ભારે ધાક બેસાડેલ. અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચ , વડોદરા અને સુરત રેન્જ આઇજીના કાર્યકાળ દરમિયાન બૂટલેગરો, મોટા માથાઓની  શરાબ પાર્ટીઓ પર દરોડા ,વિગેરે દ્વારા કાયદાથી કોઇ મોટું ન હોવાનું પ્રસ્તિપદિત કરેલ.  
પોલીસ પરીક્ષાની જવાબદારી સુપ્રત થયા પછી પોતાના પરિવારને પણ કોઈ વાત કર્યા વગર રેકોર્ડ સુરક્ષિત રાખી પારદર્શિતા જાળવી હતી.        
દેશભરની એરપોર્ટ સિક્યુરિટી જળવાતા કેન્દ્રના ઔધ્યોગિક સલામતી દળનું રાષ્ટ્રીય લેવલે સુકાન સંભાળેલ. ગુજરાતમાં અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થા જાળવવા માટે અનેક નામો વચ્ચે, કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ દ્વારા તેમની પસંદગી ભાવિ રણનીતિ અને તેમની કાર્યદક્ષતા અને સ્વચ્છ છબી ધ્યાને રાખી કરી છે

(12:28 PM IST)