<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

શિસ્‍ત, સેવા અને સંગઠનવાળા સેવક નિલેશ ખૂંટનો જન્‍મદિન

રાજકોટ : શહેર ભાજપ અગ્રણી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય એવા નિલેશ ખુંટનો આજે તા.૨૦ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે.

નિલેશ ખુંટ બાલ્‍ય કાળથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા રહી ભાજપના તળિયાના સ્‍તર સુધી સંગઠનને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપવા સતત પ્રયત્‍નશીલ રહ્યા છે. સંગઠન ઉપરાંત સમાજ સેવા પ્રત્‍યે પણ તેમનો તરવરાટભર્યો અભિગમ પ્રશંશનિય રહ્યો છે. ખોડલધામ ટ્રસ્‍ટ સાથે સ્‍વયંસેવક તરીકે જોડાઈ નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપી છે. આજી ડેમ ખાતે આવેલ ખ્‍યાતનામ શ્રી દાધા હનુમાન મંદિરમાં મુખ્‍ય સેવક તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા  છે.નિલેશ ખુંટ બહોળું મિત્રવર્તુળ ધરાવે છે.

આજે નિલેશ ખુંટને જન્‍મદિવસે શુભેચ્‍છકો, દ્વારા તેમના મો.નં. ૯૭૨૩૩૧૯૮૯૮ ઉપર શુભેચ્‍છાઓ પાઠવાઈ રહી છે. 

(3:51 PM IST)