News of Friday, 21st November 2025
ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણભાઇ કોટકનો જન્મ દિવસ

રાજકોટઃ શ્રી લોહાણા મહાપરિષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટનો આજે તા.ર૧ નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ છે. પ્રવિણભાઇ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું કામ હોય કે સરકારી સોંપલી ગુજરાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારીહોય, તેમણે પોતાની કર્મઠતા, મહેનત, જવાબદારી, સંર્પકો અને સંબંધોથી શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે. લોહાણા જ્ઞાતિની સામાજિક, આર્થિક, નૈતિક આધ્યાત્મિક, ઔદ્યોગીક, શારીરિક, માનસિક, કેળવણી વિષયક પ્રગતિ સાધવાના ઉપાયો યોજવાનો અને તેને અમલમાં મૂકવા શકય પ્રયત્નો કરવાનો, જ્ઞાતિ ઉત્કર્ષ અને અભ્યુદય માટેનાં સર્વ કાર્યો હાથ ધરવાનો અને જ્ઞાતિમાં અકીકણ, ભાતૃત્વભાવ, સંપ અને સંગઠનની વૃધ્ધિ કરવા જરૂરી પ્રવૃતિઓ હાથ ધરવાનું મુખ્ય ધ્યેય શ્રી પ્રવિણભાઇ કોટકનું હમેશ રહયું છે.
પાંચ વર્ષ સુધી સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓનું પ્રતિનિધિત્વ કરતી શ્રી લોહાણા મહાપરિષદનું નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રવિણભાઇ કોટકે જ્ઞાતિહિત, સમાજહિતના અનેક સદકાર્યો કર્યા છે. સમગ્ર વિશ્વમાંથી થેલેસેમીયા નાબૂદી અભિયાનને વેગવંતો બનાવવામાં તેમણે ખૂબ એદકરો ફાળો આપ્યો છે. પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઇ ઓઝા, રામદેવજી મહારાજ, પૂ. શ્રી શ્રી રવિશંકર સહિતના સંતશ્રીઓના કૃપાપાત્ર પ્રવિણભાઇ અત્યંત પ્રેમાળ વ્યકિતત્વ ધરાવે છે. પ્રવિણભાઇ કોટકને શુભેચ્છા આપવા મો. ૯૮૭૯૨ ૦૬૬૬૧
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
