<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

યુવા લોયર્સ એશો. ના કન્‍વીનર અને એડવોકેટ હેમાંશુ પારેખનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટઃ તા ૨૧,તેજ, તાકાત અને તરવરાટનો સમન્‍વય એવા રાજકોટના યુવા અગ્રણી એડવોકેટ અને નોટરી હેમાંશુ હસમુખરાય પારેખનો આજે તા. ૨૧ નવેમ્‍બર ના રોજ જન્‍મ દિવસ છે. સંસ્‍કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનપણથીજ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે. અને તેઓ યુવા લોયર્સ એશોસીએશનના સ્‍થાપક કન્‍વીનર છે તેમજ રાજકોટની જાણીતી સામાજીક, રાજકીય સેવાકીય સંસ્‍થાઓ એ.બી.વી.પી. જૈન વિઝન, લોક કલ્‍યાણ કેન્‍દ્ર, ભાજપ લીગલ સેલ, વીશ્વ હીન્‍દુ પરીષદ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન વ્‍યકિત તરીકે પોતાના મીલાનુસાર સ્‍વભાવના કારણે ખુબ જ લોકચાહના અને બહોળું મીત્રવર્તુળ ધરાવે છે. અને સામાજીક સેવા કાર્ય માટે હંમેશા તત્‍પર રહે છે. અને વકીલ આલમ અને સમાજમાં એક ઉતમ અને આદર્શ નેતૃત્‍વ પુરું પાડી રહેલ છે અને જીવનમાં રાષ્ટ્ર પ્રથમ ના વિચારો સાથે વકીલાતના વ્‍યવસાય ક્ષેત્રે કાર્યરત છે.

યુવા અગ્રણી એડવોકેટ હેમાંશુ પારેખ પોતાના મંગલમય જીવનમાં આનંદ-ઉમંગ-ઉત્‍સાહ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્‍યારે વિશાળ મીત્ર વર્તુળ, સગા-સ્‍નેહીજનો-વડીલો તરફથી મોબાઈલ નંબર ૯૯૨૪૧ ૨૬૯૭૬ પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(3:57 PM IST)