<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અમરેલી ડીસ્‍ટ્રીક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શિંગાળાનો જન્‍મદિવસ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ તા. ર૪,  અમરેલી ડિસ્‍ટ્રિક ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના મહામંત્રી અને સાવરકુંડલા રઘુવંશી સમાજના અગ્રણી  રાજુભાઈ શિંગાળાનો આજે ૨૪-૧૧-૨૫ના  જન્‍મદિવસ છે રાજુભાઈ શિંગાળા ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં શુભ મંગલ પ્રવેશ કરી રહ્યા છે સાવરકુંડલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી  રાજુભાઈ શિંગાળા સાવરકુંડલા શહેરના વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ રોગી કલ્‍યાણ સમિતિ સાવરકુંડલા કે.કે. હોસ્‍પિટલના સદસ્‍ય તરીકે. સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે તથા સાવરકુંડલા લોહાણા મહાજનના ઉપપ્રમુખ સહીત શહેર જીલ્લાની અનેક નામાંકિત સામાજિક ધાર્મિક સંસ્‍થાઓમાં નિષ્ઠા અને પ્રમાણિકતા સેવાઓ આપી રહ્યા છે.નગરપાલિકાના પૂર્વ સદસ્‍ય રાજુભાઈ શિંગાળા ને જન્‍મદિવસ નિમિત્તે શહેર તેમજ જિલ્લાભરના વેપારી આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને વિશાળ ચાહક વર્ગ મોબાઈલ નંબર ૯૪૨૯૪  ૪૪ ૫૦૦ ઉપર જન્‍મ દિવસની શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે. 

(10:30 AM IST)