<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ગોંડલ આર્ય સમાજના પ્રમુખ રૂષભરાજ પરમારનો જન્‍મદિવસ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ર૬ :.. ગોંડલના જાણીતા એડવોકેટ સ્‍વ. વિક્રમભાઇ પરમારનાં પુત્ર છે. ગોંડલ આર્ય સમાજના પ્રમુખ રૂષભરાજભાઇ વિક્રમભાઇ પરમારને આજે જન્‍મદિન છે. તેનો ર૯ વર્ષમાં પ્રવેશ થયો છે.

રૂષભરાજભાઇ પરમાર અતિ આધ્‍યાત્‍મિક શૈક્ષણીક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ ગોંડલ એ. પી. એમ. સી. માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે. અને રજપૂત સમાજનાં અગ્રણી છે. નાનપણથી જ સ્‍વામી દયાનંદ સરસ્‍વતીની વિચાર ધારા સાથે જોડાયને આર્ય સમાજની દરેક પ્રવૃત્તિમાં સક્રિય રીતે કામગીરી કરી રહેલ છે. સોળ સંસ્‍કાર વિધિમાં જેવી કે લગ્ન, યજ્ઞ, યજ્ઞોપવિત, અંતેષ્‍ઠી સંસ્‍કાર જેવી વિધીઓ કરાવી સ્‍વામી દયાનંદ સરસ્‍વતીની વિચારસરણી ગોંડલ તેમજ ગોંડલ તાલુકાનાં વિસ્‍તારમાં આર્ય સમાજ જીવંત રાખેલ છે.

ગોંડલ વિસ્‍તારના નાના માણસોને આર્થિક અને સામાજીક રીતે ઉપયોગી થાય છે. કોઇપણ ધાર્મિક કામમાં આર્થિક સહયોગ હોય છે. કોઇપણ માણસ એમની પાસે કામ લઇને જાય એટલે કામ પણ કરી આપે છે. અને પક્ષીઓની તેમજ પ્રાણીઓની સેવા કરે છે. 

(1:20 PM IST)