News of Wednesday, 26th November 2025
પીડીયુ મેડીકલ કોલેજના લાઈબ્રેરીયન ડો.રાજેશ ત્રિવેદીનો જન્મદિવસ

રાજકોટઃ મૂળ ઉપલેટાના વતની અને રાજકોટને જેમણે કર્મૂમિ બનાવી છે તેવા પીડીયુ મેડીકલ કોલેજ રાજકોટના લાઈબ્રેરીયન ડો.રાજેશ એચ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. તેમને લાઈબ્રેરી સાયન્સ ક્ષેત્રે પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ બે રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાયેલી. તેમને લાઈબ્રેરી સાયન્સ ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૪૮ જેટલા શોધ પેપર્સ તેમના દ્વારા રજુ કરવામાં આવેલ છે. સાહિત્ય ક્ષેત્રે પણ જીવનને ઉપયોગી એવા ૧૦૦ આર્ટીકલ પબ્લીસ થયેલ છે. ''જીવનત્વ'' પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. ૨૫ વર્ષથી શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યાં છે. ડો.રાજેશ હર્ષદરાય ત્રિવેદી (મો.૯૮૯૮૦૨૭૫૧૪)ના બાવનમાં શુભેચ્છાઓ મળી રહી છે
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
