હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ જીટીપીએલના ડીરેક્ટર પણ છે. બાળપણથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા વિરેન્દ્રસિંહ ઝાલા યુવાવસ્થાથી જ રાજકારણ સાથે જોડાયેલ છે અને યુવા મોરચામાં ઉપપ્રમુખ તથા મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી તે દરમિયાન બે ટર્મ વોટર વર્કસ સમિતિનાં ચેરમેન અને શાસક પક્ષનાં નેતા તરીકેની જવાબદારી પણ સુપેરે નિભાવી છે, એટલું જ નહીં સતત ૧૧ વર્ષ સુધી શહેર ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ તેમણે સુપેરે નિભાવી છે. એ સિવાય પાર્ટીએ નાની-મોટી જે કાંઈ પણ જવાબદારી આપી હોય તે તેમણે સુપેરે નિભાવી છે. વોર્ડ નંબર -૧૭નાં પ્રભારી તરીકે પાંચ વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. તો રાજકોટ શહેર બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનનાં ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી સંભાળી ચુક્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનાં મન કી બાત કાર્યક્રમનાં પણ ઇન્ચાર્જ તેઓ રહી ચૂક્યા છે. બે વખત સંગઠન પર્વનાં ઇન્ચાર્જની જવાબદારી પણ નિભાવી છે. અનેક ચૂંટણીઓમાં જેમકે કઠલાલ, ઉદયપુર, જસદણ, ઉપલેટા અને જૂનાગઢમાં પણ ખૂબ સારી રીતે જવાબદારી સંભાળી છે, હાલમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે છેલ્લાં ૩ વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે
તેઓ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી મંડળનાં પ્રમુખ તરીકેની જવાબદારી ઉપરાંત શિવમ ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે જીટીપીએલ પાર્શ્વા કેબલ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર પદ પર કાર્યરત છે ઉપરાંત સૌરાષ્ટ્ર બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે અને ગુજરાત ન્યુઝ સૌરાષ્ટ્ર-કચ્છનાં બિઝનેસ હેડ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. વિરેન્દ્રસિંહ ઝાલાને જન્મદિને તેમના મો.૯૮૨૫૦ ૭૦૧૭૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
