હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th November 2025
જાજરમાન જીવનના ૭૦માં વર્ષના દ્વારે ડો. જૈમન ઉપાધ્યાયના ટકોરા

રાજકોટ, તા. ર૮: શહેરના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયનો આજે તા. ર૮ નવેમ્બરના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૭૦ માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે ચુંટાયા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ત્રણ ટર્મ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન તરીકે તેના કાર્યકાળમાં શહેરીજનોને વિવિધ સુખાકારી યોજનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અઢી વર્ષ રાજકોટના મેયર તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે. આ ઉપરાંત સંગઠનમાં પણ વોર્ડ પ્રભારી, સંગઠન પર્વના ઇન્ચાર્જ રહયા છે. રાજકીય ઉપરાંત અનેક સામાજીક સંસ્થામાં સેવા આપી રહયા છે. તેઓ કોઠારીયા રોડ પર છેલ્લા ૪ર વર્ષથી તબીબી સેવા સાથે સંકળાયેલ છે.
આજે તેમના જન્મદિવસે રાજકીય, સામાજીક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શુભેચ્છકો, મીત્રો, પરીવારજનો દ્વારા મો. નં. ૯૮૨૪૨ ૧૦૬૫૦ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
