તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
ધ્રોલના હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતાનો ૪૧મો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૯: જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં પોતાના કર્મ અને નિષ્ઠાથી સમાજમાં આગવી ઓળખ ઊભી કરનાર ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ અને સૌરાષ્ટ્ર હિન્દુ ઉપ પ્રમુખ ગૌરવભાઈ મહેતાનો ૪૧મો જન્મદિવસ આવતીકાલે તેમનો આ જન્મોત્સવ મિત્રો, સમર્થકો અને સમાજસેવકો સાથે સેવાકીય કાર્યોના માધ્યમથી ઉજવવામાં આવશે, જે તેમના જનસેવાના માર્ગને વધુ મજબૂત બનાવશે. ગૌરવભાઈ મહેતાનું વ્યક્તિત્વ એ વાતનો જીવંત ઉદાહરણ છે કે સફળતા મેળવવા માટે માત્ર ડિગ્રી નહીં, પણ નિષ્ઠા અને જનસેવાની ભાવના વધુ જરૂરી છે. તેમની કોઠાસૂઝ અને વ્યવહારિક સમજણ તેમને સામાન્ય માણસથી અલગ પાડે છે.
ગૌરવભાઈ છેલ્લા ૧૫ વર્ષથી ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમનું નેતૃત્વ હિન્દુ સમાજના હિતોનું રક્ષણ કરવા માટે સમર્પિત છે. તેમણે લવ જેહાદ લેન્ડ જેહાદ અને ધર્માન્તરણ ર્જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર અદમ્ય સાહસ અને તત્પરતાથી કામ કર્યું છે. અનેક પરિવારો અને વ્યક્તિઓને ન્યાય અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે તેમને ધ્રોલ અને સૌરાષ્ટ્રમાં હિન્દુત્વવાદી નેતા તરીકે સન્માન પ્રાપ્ત થયું છે. ગૌરવભાઈ નાનપણથી જ સેવાકીય કાર્યો પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે અને હંમેશા લોકોને મદદ કરવા માટે આગળ રહે છે.
તેમનો વિશાળ મિત્રવર્તુળ અને લોકોનો અપાર પ્રેમ એ વાતનો પુરાવો છે કે તેઓ સમાજ સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે. કોઈપણ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ગૌરવભાઈ એક સાચા મદદગાર માણસ તરીકે તેમની પડખે ઊભા રહે છે. આવતીકાલે જન્મદિવસ નિમિત્તે ગૌરવભાઈ મહેતાને અભિનંદન પાઠવવા માટે તેમનો સંપર્ક મો : ૯૯૦૯૦ ૫૦૭૦૦ પર મિત્રો દ્રારા શુભકામના પાઠવી રહ્યા છે
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
