તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
જુનાગઢ જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા.૪, જુનાગઢ જીલ્લા પોલિસવડા સુબોધ આર. ઓડેદરાનો આજે તા.૪-ડિસેમ્બરે જન્મ દિવસ છે.
તેઓનો જન્મ તા.૪/૧ર/૧૯૭૩ ના પોરબંદરમાં થયો હતો. જી.પી.એસ. થયો હતો, પરીક્ષા પાસ કરી વર્ષ ર૦૦પ માં ડીવાયએસપી તરીકે પસંદ પામ્યા બાદ વડોદરા ડીવાયએસપી રાજકોટ ડીસીપી, મોરબી એસપી અને કોસ્ટલ સીકયોરીટી ગાંધીનગર અને તા. ૧/૬/રપ થી જુનાગઢ એસ.પી. છે.
બી.એ. શોશીયોલોજી અભ્યાસ કરનાર તેઓ ર૦૧૪ ની બેચના શાંત વિવેકી લાગણીશીલ સાથે કાયદો વ્યવસ્થા જાળવવામાં અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરનાર અધિકારી છે. તેઓની આઇ.પી.એસ. કેડરમાં તા. ર૧/ર/૧૯ થી નિમણુંક થઇ.
સુબોધ ઓડેદરાના પિતા રામદેવભાઇ ઓડેદરા પોલિસ વિભાગમાં ડીવાયએસપી તરીકે યશસ્વી કામગીરી બજાવી ચૂકેલ છે.
જીલ્લા પોલિસ અધિક્ષક તરીકે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત જ ગ્રેડીંગ સીસ્ટમથી ૪૦૯ પોલીસ કર્મીઓની બદલી કરી પારદર્શતાનું ઉત્તમ-પ્રેરક ઉદાહરણ પુરૃ઼ પાડે છે.
તેમના જન્મ દિવસે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઇ રહયો છે (મો. નં. ૯૯૭૮૪ ૦૫૨૫૦)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
