<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

યુવા એડવોકેટ રણજીત મકવાણાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા. ૪: રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત બી. મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪ થી એડવોકેટ તરીકે રાજકોટ ની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતું અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં ખુબજ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબજ ટુકાગાળામાં સૌરાષ્‍ટ્રના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે. તેમજ પોતાના કોળી સમાજમા પણ સારી એવી લોક ચાહના ધરાવે છે. અને કોળી સમાજ તરફથી પણ તેમને ખુબજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. તેમજ રાજકોટના વકિલ પરીવારમા એક પ્રભાવશાળી, સંસ્‍કારી અને દૃઢ વિચારધારા ધરાવતા યુવા વકીલ છે જેમણે ગયા ૧૦ વર્ષ ઉપરાંતથી રાજકોટને પોતાની કર્મભુમી બનાવી ન્‍યાયક્ષેત્રમા વ્‍યકિતત્‍વ અને પ્રભાવનું આગવુ સ્‍થાન બનાવ્‍યુ છે. તેમજ મહેનત, કાયદાની તજજ્ઞતા, પ્રામાણીકતા અને કેસ હેન્‍ડલીંગની સારી વિચારધારા, યુવાઓના માર્ગદર્શક લાવવી, તમામ વકિલોની મદદ કરવી, અને યુવાઓને યોગ્‍ય માર્ગદર્શન પુરુ પાડવુ જેથી અગાઉ રાજકોટ બાર એશોશીએશની ચુટણી કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલ હોય, અને રાજકોટ બારને પોતાની માતળસંસ્‍થા ગણી હંમેશા બાર માટે સારા કાર્યો કરવાની ભાવના સાથે હંમેશા આગળ રહે છે.

 આજરોજ તેમના જન્‍મદિન નીમીતે વકીલમિત્રો, કોળી સમાજના આગેવાનો,સર્વે સમાજના આગેવાનો, સગા વહાલાઓ  વોસ્‍ટઅપ તેમજ સોશીયલ મીડીયા ઉપર મો. નં. ૯૮૯૮૧ ૩૭૫૯૧ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.(૬.૯)

(11:30 AM IST)