<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

લાયન્‍સ ક્‍લબ ગોલ્‍ડ રાજકોટના પ્રેસિડેન્‍ટ રેશમાબેન સોલંકીનો જન્‍મદિવસ

 

રાજકોટ : લાયન્‍સ ક્‍લબ ગોલ્‍ડ રાજકોટના વાઇસ પ્રેસિડેન્‍ટ લાયન રેશમાબેન સોલંકીનો આજે જન્‍મદિવસ છે. જેઓ સંસ્‍થાપક કલા સૃજન સંસ્‍થાના ચેરમેન છે, જેના દ્વારા  તેઓ ઝૂંપડપટ્ટીના બાળકોને ભારતીય કલા શીખવાડી પગભર કરવાનું કામ કરે છે. તે ઓ લાયન્‍સ ક્‍લબ ગોલ્‍ડ રાજકોટના વાઇસ પ્રેસિડન્‍ટ તેમજ ઇન્‍ટરનેશનલ લાયન્‍સ ક્‍લબ સોૈરાષ્‍ટ્ર-૨ડીસ્‍ટીક્‍ટ ચેરપર્સન, માઇક્રો વુંમન એમપોવરમેન્‍ટની પોસ્‍ટ પર વિધવા ત્‍યકતા ગરીબ મહિલાઓના A/WC રાજકોટ બ્રાન્‍ચમાં પ્રમુખ ભાવનાબેન જોશીપુરા અંડરમાં એડવાઇઝરી બોર્ડ મેમ્‍બર તરીકે જોડાયેલા છે. તેઓએ લાયન એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ વર્ષે લાયન્‍સ ક્‍લબ ગોલ્‍ડના પ્રસિડેન્‍ટની જવાબદારી સાથે નવી લાયન્‍સ ક્‍લબની સ્‍થાપના કરી, મહિલા મેમ્‍બરશિપ ગ્રોથ ડિસ્‍ટિક્‍ટ ચેરપર્સન સોૈરાષ્‍ટ્ર ઝોન -૨ તેમજ વોર્ડ નં ૨ ભાજપ મહિલા મોરચામાં સક્રિય જવાબદારી નિભાવીને મહિલા સંગઠમાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ, રામનાથપરા  આંગણવાડી, એક્રાંગની દિવ્‍યાંગ દીકરીઓમાં કાર્યરત છે.

(2:39 PM IST)