<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇલાલનો આજે જન્‍મદિવસ

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને ધી જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો. ઓપરેટિવ બેન્‍કના ચેરમેન તથા શ્રી હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ લાલનો જન્‍મદિવસ છે.

ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ના પુત્ર અને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને ધી જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો. ઓપરેટિવ બેન્‍કના ચેરમેન, વિશ્વ વિખ્‍યાત ગ્રીનિશ બુકમાં સ્‍થાન ધરાવનાર બાલા હનુમાન સંકીર્તન મંદિર જામનગરના પ્રમુખ, કો.કો.બેન્‍ક જામનગરના ડાયરેક્‍ટર, જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, ગ્રેઇન માર્કેટ જામનગરના પૂર્વ પ્રમુખ તથા શ્રી હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને શ્રીજી શિપિંગ કંપનીના ડાયરેક્‍ટર તરીકે સેવા આપી રહયા છે.  જીતેન્‍દ્ર એચ. લાલ (જીતુ લાલ)ને તેમના મો. +૯૧ ૯૮૨૪૨ ૪૪૪૪૦ ૈપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(12:08 PM IST)