તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 6th December 2025
જૂનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયાનો કાલે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૬: જૂનાગઢ પોલીસ રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયાના કાલે ે ૭ ડિસેમ્બરે જન્મદિવસ છે.
મૂળ ભાવનગરના વતની અને તારીખ ૭-૧૨-૧૯૮૦ના રોજ જન્મેલા તેઓ વર્ષ ૨૦૦૬ની બેચના આઇપીએસ કેડરના અધિકારી છે. બી.ઈ. મિકેનિકલ એન્જિનિયર, એમ. ડી. પી. એમ. નો સફળ અભ્યાસ કરીને ગુજરાત પોલીસ દળમાં જોડાયા. આ અગાઉ તેઓ કોસ્ટલ આઇ.જી., વેસ્ટર્ન રેલવે એસ.પી., મહેસાણા એસ.આર.પી. ગ્રુપ ૧૫ કમાન્ડર, જૂનાગઢ જિલ્લા એસ.પી., પોરબંદર, નવસારી, મોરબી, રાજકોટ એ.એસ.પી., રાજકોટ મદદનીશ પોલીસ કમિશનર સહિતના સ્થળોએ ફરજનિષ્ઠ અને યશસ્વી ફરજો નિભાવેલ છે.
સારો નમ્ર સ્વભાવ અને યશસ્વી કામગીરી અને ફરનિષ્ઠ એવા તેઓને જન્મદિને ઠેર ઠેરથી અભિનંદન અને શુભેચ્છાઓ તેમના મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૦૨૮૦૬ પર આપવામાં આવી રહી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
