<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

વડોદરા એસ.આરપી. ગ્રુપના ડીઆઇજી રાજેન્‍દ્રસિંહ ચુડાસમાનો જન્‍મદિવસ

ગીર-સોમનાથ જીલ્લો રચાયાના પ્રથમ-પૂર્વ જીલ્લા પોલીસ વડા અને હાલ

(મિનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા.૮: ગીર-સોમનાથ જિલ્લો રચાયા બાદ પ્રથમ જિલ્લા પોલીસ વડા અને હાલ વડોદરા એસ.આર.પી. ગ્રુપના ડીઆઇજી રાજેન્‍દ્ર સિંહ ચુડાસમાનો આજે આઠમી ડિસેમ્‍બરે જન્‍મદિવસ છે.

તારીખ ૮-૧૨-૭૮ના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભડીયાદ પીર ગામે જન્‍મેલા તેઓએ ભાવનગર યુનિવર્સિટીમાં એમ.એસ.સી. ફર્સ્‍ટ ક્‍લાસ ગોલ્‍ડ મેડલ સાથે ઉત્તીર્ણ કર્યું. વર્ષ ૨૦૦૨માં જીપીએસસી પરીક્ષા પાસ કરી રાજ્‍યભરમાં ટોપર્સ બનવાની સિદ્ધી પ્રાપ્ત કરી તેમજ સીધી ભરતીથી ડી.વાય. એસ. પી. બન્‍યા.

વેરાવળ, એટીએસ, મુખ્‍યમંત્રી સુરક્ષા કમાન્‍ડો, વડોદરા રેલવે પોલીસ વડા, ભરુચ, સાબરમતી જેલ, પંચમહાલ, હાલોલ, મોરબી, ભાવનગર સહિત વિવિધ સ્‍થળોએ યશસ્‍વી ફરજ બજાવી. હાલમાં જ તેઓ રેન્‍જ ડી.આઇ.જી. બન્‍યા છે. ડી.જી.પીએ. તેઓની ઉત્‍કળષ્ટ અને સરાહનીય કામગીરી અંગે કોમેનડેસન ડિસ્‍ક અવૉર્ડથી સન્‍માનિત કર્યા.આ અગાઉ તેઓને રાષ્‍ટ્રપતિ અવૉર્ડ પણ મળી ચૂકયો છે.

રાજેન્‍દ્ર સિંહ ચુડાસમા શૂટિંગ સ્‍પર્ધાઓના રાષ્‍ટ્રીય ચેમ્‍પિયન છે. અનેકો અવૉર્ડ અને સન્‍માનો તેમને મળેલા છે. એટલું જ નહીં પણ તેમનાં પત્‍ની વંદનાબા ચુડાસમા રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે શૂટિંગ સ્‍પર્ધાઓમાં પાંત્રીસથી વધારે મેડલ્‍સ જીતેલાં છે. સાથોસાથ તેમના પુત્ર માનવરાજ સિંહ ચુડાસમા પણ પચીસ જેટલાં મેડલ્‍સ શૂટિંગ સ્‍પર્ધામાં જીતેલા છે અને કઝાકિસ્‍તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ સ્‍પર્ધામાં ભાગ લીધેલ છે. આમ, સમગ્ર પરિવારનો શૂટિંગ સ્‍પર્ધાઓમાં દબદબો છે.

બે-બે હાથ સાથે તલવારબાજીના કરતબ, અશ્વસવારી, કાયદો-વ્‍યવસ્‍થામાં પ્રભાવશાળી, જાંબાઝ કામગીરીની સાથોસાથ નમ્રતા અને વિવેક સાથે સારો સ્‍વભાવ એવા તેઓના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદનની શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઇલ નંબર ૯૯૨૫૦૨૫૧૬૯ પર  થઇ રહ્યો છે.

(11:12 AM IST)