News of Wednesday, 10th December 2025
લોધિકાના સરપંચ ચંપાબેન ખીમસુરીયાનો આજે જન્મદિવસ

(સલીમ વલોરા દ્વારા) લોધિકા તા. ૧૦.લોધિકા તાલુકાના લોધિકા ગ્રામ પંચાયત કચેરીના ઉપસરપંચ તેમજ સરપંચનો ચાર્જ તેમની તમામ સભ્યોને સાથે રાખીને ચાર્જ સંભાળતા એવા શ્રી ચંપાબેન પ્રવિણભાઇ ખીમસુરીયા નો આજે જન્મ દિવસ છે. આજે તારીખ ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ ૪૭ વર્ષ પૂર્ણ કરેલ છે અને ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમજ પંચાયતના સભ્યોને સાથે રાખીને સરપંચશ્રીનો ચાર્જ સંભાળતા અનેક સેવાકીય કામ પ્રવૃતિઓ કરેલ છે જેમકે સર્વનિદાન કેમ્પ તેમજ વિકાસના કામો કરેલ છે.
ઉલ્લેખનીય છે કે લોધિકા ઇતિહાસ માં પ્રથમ વખત એસ.સી. વર્ગમાંથી તેઓ એકમાત્ર ઉપસરપંચ થયેલ અને સરપંચશ્રીનો ચાર્જ મળેલ છે. તેમના કામ પ્રત્યેની નિષ્ઠા લોકોના નાના પ્રશ્નો પ્રત્યે સતત જાગૃત રહીને ટૂંકા ગાળામાં તેઓએ લોક ચાહના પ્રાપ્ત કરેલ છે. વધુમાં ગામનો પાણી , સફાઈ, ગટર, લાઇટ વગેરે પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવામાં સતત પ્રયત્નશીલ હોય છે અને લોકોને કોઈ અગવડતા ન થાય તે પ્રત્યે હંમેશા જાગૃત રહે છે. ઉપરોક્ત તમામ સભ્યોની ટીમના નેતૃત્વમાં તેનો સરકારશ્રીની અનેક યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે હંમેશા જાગૃત રહે છે, પરિણામ સ્વરૂપ લોધિકા સરકારશ્રીની અનેક વિકાસશીલ યોજના અહીં સાકાર થયેલ છે અને આગામી સમયમાં લોધિકા ગામનો વધુમાં વધુ વિકાસ થાય તે બાબતે પ્રયત્નશીલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો. નં . ૯૯૭૯૩૪૨૮૨૬ પર તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહેલ છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
