<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રાર એમ.પી.પંડયાનો જન્‍મદિન

રાજકોટના એક સમયના નાયબ જિલ્લા ચુંટણી અધિકારી

રાજકોટ : ગુજરાત રાજય સહકારી મંડળીઓના રજીસ્‍ટ્રાર તરીકે ફરજ બજાવતા શ્રી મિતેષ પી.પંડયાનો જન્‍મ ૧૯૭૯ ના વર્ષની ૧૦ ડીસેમ્‍બરે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જામનગર પંથકના વતની અને ર૦ર૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી એમ.પી.પંડયા અગાઉ ઉપલેટા, સુત્રાપાડા અને લખપત (કચ્‍છ)માં મામલતદાર, અંજારમાં પ્રાંત અધિકારી, અમદાવાદ શહેરી વિકાસ સતા મંડળમાં નાયબ કલેકટર, રાજકોટમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, ભાવનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, કચ્‍છમાં નિવાસી અધિક કલેકટર ગાંધીધામમાં મ્‍યુનિસિપલ કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૩૮૬૮ મો. ૯૮૭૯૬ ૧૧ર૮૦ ગાંધીનગર

(11:52 AM IST)