News of Wednesday, 10th December 2025
રાજકોટના જાણીતા એડવોકેટ પી.સી.વ્યાસનો જન્મદિવસ

રાજકોટ, તા.૧૦: રાજકોટના જાણીતા એડવોકેટ પી.સી.વ્યાસનો આજે ૬૩મો જન્મદિવસ છે રાજકોટને કર્મભૂમિ બનાવીને છેલ્લા ૩૫ વર્ષોથી રાજકોટમાં વકીલાત ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ખાસ કરીને સિવિલ ફોજદારી રેવન્યુ સહિતના ક્ષેત્રે તેઓએ પોતાની કારકીર્દી બનાવી છે. આ ઉપરાંત બ્રહ્મસમાજમાં પણ પોતાની અનન્ય સેવા આપી છે.
વકીલાત દરમ્યાન તેઓએ ૧૦ વર્ષ સુધી મદદનીશ સરકારી વકીલ તરીકે સેવા બજાવી સરકારની તરફેણમાં ઘણા ચુકાદાઓ અપાયેલ છે. તેમજ રાજકોટ બાર.એસો.ની ચૂંટણીમાં પણ લગભગ ૧૫ દિવસ જુદા-જુદા પદો ઉપર ચૂંટાઇ આવેલ છે. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી જેવા પદો ઉપર ૨થી૩ વખત ચૂંટાઇ આવીને રાજકોટ બાર. એસો.માં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. આજે તેઓના જન્મદિવસએુ તેમના મો. નં.૯૮૯૮૦ ૮૮૩૦૩ ઉપર સગા, સ્નેહી અને મિત્રવર્તુળો તેમજ વકીલો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
