<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

નાથુભાઇ મડીયા (જૈન)નો જન્‍મ દિવસ : ૮૪ માં વર્ષમાં પ્રવેશ

મેઘાણીજીના અનેક કાવ્‍યો જેને કંઠસ્‍થ છે તેવા

રાજકોટ : શ્રી નાથુભાઇ મડીયા, નિવૃત નાયબ ઇજનેર (જીઇબી) આજે ૮૩ વર્ષ પૂર્ણ કરી ૮૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમનો જન્‍મ તા. ૧ર-૧ર-૧૯૪ર ના રોજ જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના ઉબેણ નદીના કિનારે આવેલા રાણપુર (સોરઠ) ગામે થયો હતો. જે નદી સાગર પતિદેવને મળતી નથી. તે કુંવારી કન્‍યા કહેવાય છે. તેમાં ઘોડાપુર આવે ત્‍યરે ગામના રાજવી તેમાં ચૂંદડી-મોળીયો પધરાવે ત્‍યારે પાણી ઓસરે છે. આ ઉબેણ નદીનું પાણી તેમણે ગળથુથીમાં પીધું છે. તેમનો અવાજ પહાડી છે. તેમને માઇની જરૂર નથી. રાષ્‍ટ્ર શાયર મેઘાણીના પ૦ જેટલા કાવ્‍યો કંઠસ્‍થ છે. તો વળી માતાજીના ૩૦ જેટલા પ્રાચીન ગરબા કંઠસ્‍થ છે. જે બુલંદ કંઠે ગાઇ શકે છે. તેમણે લોક સાહિત્‍યના ૩૦ જેટલા ડાયરા જૈન સંતોની નિશ્રામાં કરેલા છે. તેમણે જુનાગઢ બહાઉદીન કોલેજમાંથી ઇન્‍ટર સાયન્‍સની ડીગ્રી મેળવી લખધીરજી એન્‍જી. કોલેજ, મોરબીથી ડી. ઇ. ઇલેકટ્રીકલની પદવી હાંસલ કરેલ. જી.ઇ.બી.ની ૩પ વર્ષ યશસ્‍વી સેવા બજાવેલ હતી. સૌરાષ્‍ટ્ર, ગુજરાત, મુંબઇનો એકપણ જૈન ઉપાશ્રય એવો નથી કે જે નાથુભાઇએ નહીં ગજાવ્‍યો હોય. તેઓને ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. (મો. ૯૯૭૮૪૦૩૩રપ) 

(10:45 AM IST)